તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રોનું સ્નેહમિલન:કનીજ શાળામાં 40 વર્ષ પહેલાં અભ્યાસ કરતા છાત્રોનું સ્નેહમિલન

વહેલાલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કનીજ શાળામાં 40 વર્ષ પૂર્વે અભ્યાસ કરતા સ્ટુડન્ટસનોનું સ્નેહ મિલન - Divya Bhaskar
કનીજ શાળામાં 40 વર્ષ પૂર્વે અભ્યાસ કરતા સ્ટુડન્ટસનોનું સ્નેહ મિલન
  • સૌએ રાસ ગરબા, ડાન્સમા ભાગ લઈ કાર્યક્રમ માણ્યો
  • 300 પૂર્વ વિધાર્થીઓ કાર્યક્રમ હાજર રહ્યાં

ચાલીસ વર્ષ પૂર્વે દસક્રોઈના કનીજ ગામમાં કનીજ ગ્રામ પંચાયત હાઈસ્કૂલ નામથી અસ્તિત્વ ધરાવતી શાળાના ધોરણ દસ 1982ની બેચના વિધાર્થીઓ વિદ્યાર્થીનીઓ, તેઓના પરિવારજનોનું તેમજ તે સમયે અભ્યાસ કરાવ્યો હોય તેવા હયાત શિક્ષકોનો ગેટ ટુ ગેધર સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં 300 પૂર્વ વિધાર્થીઓએ પરિવારજનો સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેવા કોઈ વિધાર્થી પરિવારજન સાથે મહારાષ્ટ્ર નાસિકથી,કોઈ કચ્છથી,કોઇ સુરતથી કોઈ અમદાવાદથી સ્પેશ્યલ સમય કાઢી આવ્યા હતા.સ્નેહમિલનમાં સૌકોઈ મિત્રોએ ભેગા મળી એકબીજાની તબિયત,વેપાર ધંધા,બાળકોના અભ્યાસ અંગે જાણકારી મેળવી હતી.સૌએ સાથે મળી રાસ ગરબા ડાન્સમા ભાગ લઈ સંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો.ચાલીસ વર્ષ જુના સ્ટુડન્ટસે વર્તમાન સમયમાં જે કઈ પણ સાધન વસ્તુની જરૂરિયાત હોય તે વસ્તુ પુરી પાડવા સંચાલકો અને આચાર્યને કોઈ પણ સમયે જાણ કરવા વચન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...