તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બાજરી વેચવા બાબતે ઠપકો આપતાં નાનાભાઈએ મોટાને માથામાં પાયો માર્યો

દહેગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેગામ તાલુકાના હરસોલી ગામમાં બનેલી ઘટના
  • ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલમાં મોત નીપજ્યું

દહેગામ તાલુકાના હરસોલી ગામે રહેતા નાના ભાઈએ ઘરમાં ખાવાની બાજરી વેચી નાંખતા તેના મોટાભાઇએ ઠપકો આપ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા ભાઈએ મોટાભાઈને માથાના ભાગે લાકડાના ખાટલાનો પાયો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી બાદમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત નીપજતાં મૃતકના પુત્રે તેમના પિતાને માર મારનાર કાકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા દહેગામ પોલીસે હત્યાની કલમ સહિતનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો હતો.આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામ તાલુકાના હરસોલી ગામે ઇન્દિરાનગર રાવળવાસમાં રહેતા પ્રવિણભાઈ અરજણભાઈ રાવળના નાના ભાઈ અરવિંદભાઈ અરજણભાઈ રાવળે ઘરમાં ખાવાની બાજરી વેચી નાખતા પ્રવિણભાઈએ અરવિંદભાઈને ઠપકો આપ્યો હતો.

જેથી ઉશ્કેરાયેલા અરવિંદભાઈએ પ્રવિણભાઈને માથાના ભાગે લાકડાના ખાટલાનો પાયો મારી લોહી લુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રવિણભાઈનું મોત નિપજતા તેમના પુત્ર વિશાલભાઈ રાવળે કાકા અરવિંદભાઈ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા દહેગામ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. માત્ર આ પ્રકારની નજીવી બાબતે નાનભાઈએ મોટાભાઈને મોત ઘાટ ઉતારી દેતાં લોકોમાં આશ્ચર્ય તેમજ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, પોલીસે તમામ વિગતો મેળવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...