તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:દહેગામ પાલિકા દ્વારા લારી-ગલ્લાનાં દબાણો દૂર કરવાના વિરોધમાં કોંગ્રેસના સદસ્યોની રજૂઆત

દહેગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામમાં લારી ગલ્લાના દબાણ હટાવવાના વિરોધમાં કોંગ્રેસના સદસ્યો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
દહેગામમાં લારી ગલ્લાના દબાણ હટાવવાના વિરોધમાં કોંગ્રેસના સદસ્યો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
  • શહેરના તાલુકા સેવાસદન સામેનાં પાકાં દબાણો દૂર કરવાની માંગણી કરવામાં આવી
  • લારીગલ્લાનાં દબાણો દૂર કરાશે તો પ્રતીક ધરણાં કરી આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી

દહેગામ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી લારી ગલ્લાનાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ શહેરના મુખ્ય માર્ગો પરનાં પાક દબાણો હટાવવામાં નહીં આવતા હોવાથી દહેગામ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સક્સેના અને હબીબ શેખ દ્વારા નાના લારી ગલ્લાવાળાઓની રોજીરોટી છીનવાય નહી અને ટ્રાફીકને અડચણરૂપ બને નહી તે રીતે પાલિકા દ્વારા બોર્ડર લાઇન દોરી વેપાર ધંધા કરવા દેવામાં આવે અને તે પહેલા શહેરના મુખ્ય માર્ગો પરના પાકા દબાણો દૂર કરવામાં આવે અને જો લારી-ગલ્લા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાશે તો શુક્રવારે એક દિવસના પ્રતિક ધરણા કરી જલદ આંદોલન કરવામાં આવનાર હોવા અંગેની લેખિત રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર અનેપીઆઇ ને કરવામાં આવી હતી.

દહેગામ તાલુકા સેવા સદન કચેરીથી વારાહી માતાનાં મંદિર રોડ તેમજ સરદાર શોપિંગ સેન્ટર ત્રણ રસ્તાથી જુની મામલતદાર કચેરીના માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે.જેથી કોરોનાકાળની વિકટ સ્થિતિમાં નાના ધંધાર્થીઓનાં રોજગાર છીનવાઈ નહિ અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે પાલિકા દ્વારા બોર્ડર લાઇન દોરી ધંધો કરવા દેવામાં આવે અને જો નાના લારી ગલ્લાના દબાણ હટાવવાની કાર્યવાહીજ કરાશે તો તે અગાઉ તાલુકા સેવા સદન રોડ પર આવેલી 19 પાકી દુકાનોના દુકાનદારો દ્વારા શરત ભંગ કરાયો છે.

દુકાનો સહિતના પાકા દબાણો નોટિસ આપી પહેલા દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સક્સેના,હબીબ શેખ અને સહિત કોંગ્રેસના કાર્યકરો તેમજ લારી-ગલ્લા ધારકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને પોલીસ સ્ટેશનના પીઆઇને લેખિત રજૂઆત કરી હતી જેમાં શુક્રવારે પાલિકા દ્વારા નાના લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાશે તો પ્રતિક ધરણા કરી આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...