વિવાદ:અગાઉ સગાઈ થયેલા યુવક સાથે નહીં જતા રખિયાલની પરિણીતાને માર માર્યો

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક તેના ભાઈ સાથે આવ્યો હતો અને પરિણીતાને સાથે આવવા દબાણ કર્યું
  • જો તું મારી સાથે નહીં આવે તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી

દહેગામનાં રખિયાલ ખાતેના ઇન્દિરાનગર ખાતે સાસરીમાં રહેતી પરિણીતાને અગાઉ જે યુવક સાથે સગાઇ થઇ હતી. તે યુવક તથા તેનો ભાઈ પરણિતાના ઘરે આવી તેમની સાથે આવવાની ફરજ પાડી હતી. જેથી પરિણીતાએ ના પાડતા યુવક અને તેના ભાઈએ પરિણીતાને તેના પતિ અને સાસુને મારી જો તું મારી સાથે નહીં આવે તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હોવાની ફરિયાદ રખિયાલ પોલીસ મથકે નોંધાઇ છે.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રખિયાલના ઇન્દીરાનગર ખાતે રહેતી પરિણીતાની સગાઈ અગાઉ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેસીંગપુરા ખાતે રહેતા જીવન માનસંગજી ચૌહાણ સાથે થઈ હતી. પરંતુ પરણિતાને આ સંબંધ ગમતો નહી હોવાથી સગાઈ તોડી નાંખી હતી. પરિણીતા તેની સાસરીમાં તેની સાસુ સાથે હાજર હતી તે દરમિયાન જીવન માનસંગજી ચૌહાણ અને તેનાં ભાઈ હર્ષદ માનસંગજી ચૌહાણ સાથેએ રીક્ષા લઇ રખિયાલ ઇન્દિરાનગર ખાતે આવી પહોંચ્યો હતો.

યુવાને પરણિતાને પોતાની સાથે આવવાની ફરજ પાડી હતી. જેથી પરિણીતાએ ના પાડતા બંને જણા જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. તે દરમિયાન પરિણીતાના પતિ અને સાસુ આવી પહોંચતા આ ત્રણેયને ગડદાપાટુનો માર મારી જો મારી સાથે નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ જીવન માનસંગજી અને હર્ષદ માનસંગજી વિરૂધ્ધ પરણિતાએ રખિયાલ પોલીસ મથકમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...