તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:દહેગામ તાલુકાની પ્રજાને સ્પર્શતા પ્રશ્નો આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે પડકારરૂપ બનશે

દહેગામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રશ્નના નિરાકરણ માટે ખરા ઉતરનાર હોવાની ખાત્રીના ટેસ્ટમાંથી પસાર થવું પડશે

દહેગામની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. તેવામાં ઉમેદવારી કરનારા લોકો માટે તાલુકાના વિવિધ પ્રાણપ્રશ્નો પડકારરૂપ બની રહેશે તેમાં પણ ખાસ કરીને રાજ્યમાં જેનું શાસન છે તે ભાજપના ઉમેદવારોએ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ખરા ઉતરનાર હોવાની ખાત્રીના ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

દહેગામ તાલુકામાં થી ખારી,મેશ્વો અને વાત્રક એમ ત્રણ નદીઓ પસાર થાય તે નદીકાંઠાના અસંખ્ય ગામો આવેલા છે. કેટલાય ગામો પાણીની અછતવાળા છે. છતાં તાલુકાની મેશ્વો નદી પર પાલુન્દ્રા ખાતેજ ખાતે એક માત્ર ડેમ બન્યો છે. બાકીની નદીઓ ઉપર ચેકડેમ બન્યા નથી તેવી જ રીતે તાલુકાની પૂર્વ પટ્ટીના અસંખ્ય ગામોની જીવાદોરી સમાન ખાત્રીબા કેનાલનું કામ પણ હજી સુધી થયું નથી. તત્કાલીન મંત્રી નાનુભાઇ વાનાણીના પ્રયત્નોથી માત્ર પાઈપલાઈન નાંખવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેનું કામ ખાડિયા, ડુમેચા થીલઈ પસુણીયા સુધી થયું નથી. જે કેનાલ ઝડપથી શરૂ થાય તેની અસંખ્ય ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તાલુકાના ખેડૂતોના કુવા રિચાર્જ થાય તે માટે નવા તળાવો ઊંડા કરવાના કામો પણ થયા નથી. ઉપરાંત તાલુકાની ખાખરા, પનાના મુવાડા, જેશાના મુવાડા, નારણાવટ, લાખાના મુવાડા, જીવરાજના મુવાડા,અને ધણીયોલ જેવા ગામોને આજદિન સુધી મહેસુલી દરજ્જો મળ્યો નથી જેથી આ ગામની પ્રજાને મહેસુલી ગામો માટે અન્ય ગ્રામ પંચાયતોમાં જવું પડે છે. દહેગામ તાલુકામાં હજી પણ 10 ટકા લોકો આધાર કાર્ડથી વંચિત છે.

નવી યાદી હજી સુધી ગ્રામ પંચાયતો સુધી પહોંચી નથી જેના કારણે અસંખ્ય બીપીએલ યાદીમાં સમાવિષ્ટ લોકોને પણ સરકારી લાભોથી વંચિત રહેવું પડે છે. તાલુકાની મેશ્વો,વાત્રક અને ખારી નદી પર કોઝ-વે ના કામો પણ હજી સુધી ન થતા અસંખ્ય ગ્રામીણ વિસ્તારના લોકોને નજીકના ગામોમાં પણ લાંબુ અંતર કાપીને જવું પડે છે થોડા સમય પહેલા લવાડની મેશ્વો નદી પર કોઝવે બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું.

જિ. પં.ના 5 અને પાલિકામાં 1 ઉમેદવારીપત્ર પાછું ખેંચાયું
સ્થાનિક સ્વરાજ્યની દહેગામ નગરપાલિકાની 28 તાલુકા પંચાયતની 28 તેમજ જિલ્લા પંચાયતની 7 બેઠકોની યોજાનાર ચૂંટણી અંગે મંગળવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો કરવાનો દિવસ હોવાથી દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5 મા બસપા તરફથી ભરાયેલ એક ઉમેદવારીપત્ર પાછુ ખેંચવામાં આવ્યું હતું.તેમજ જિલ્લા પંચાયતની સાણોદા,કડજોદરા, બહિયલમાં એક એક અપક્ષ ઉમેદવારી પત્રક અને હાલીસા બેઠક પરથી બે અપક્ષ ઉમેદવારી પત્રો સહિત કુલ પાંચ ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા હતાં. જ્યારે તાલુકા પંચાયતના કુલ માન્ય 61 ઉમેદવારો દ્વારા એક પણ ફોર્મ પાછુ ખેંચાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો