ચાઈના દોરીના વપરાશથી રોજેરોજ અકસ્માતોના બનાવો જે રીતે બની રહ્યા છે તેવા બનાવો ન બને તે માટે ચાઇના દોરીનું વેચાણ ન થાય તેના માટે દહેગામ શહેરમાં વિરોધ પ્રદર્શિત અને લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવતા જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દહેગામ ખાતે ચાઈના દોરી ના વિરોધમાં અને લોકજાગૃતિ સંદર્ભે યોજાયેલી રેલીમાં મ્યુનિસિપલબોઈઝ સ્કૂલ અને સાંદિપની સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. મ્યુનિસિપલ હાઈસ્કૂલ દહેગામથી રેલીને દહેગામ નગરપાલિકાના પ્રમુખ પીનાબેન શાહ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી દહેગામ શહેરના વિવિધ માર્ગો પર ફરીને લોકોમાં જાગૃતિ માટે ચાઇના દોરીનો ઉપયોગ,વપરાશ ન કરવા માટે નો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચાઈના દોરીના વપરાશ, વેચાણથી જે રીતે ગુજરાતમાં અકસ્માતો બની રહ્યા છે અને તેમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે તેવા અવસાન પામ્યા હોય તેમના આત્માઓને શાંતિ મળે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી નો ઉપયોગ નહીં કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
અને આવી ઘટનાઓ ન સર્જાય તે માટે સમગ્ર ગુજરાતમાં પણ જાગૃતિ આવે અને દહેગામમાં ચાઇના દોરીનું વેચાણ કરતા વ્યાપારીઓ પણ તેનું વેચાણ ન કરે અને તેનો ઉપયોગ ન થાય તે માટે જાહેર હિતમાં તમામ શહેરના વેપારીઓને અપીલ કરવામાં આવી હતી જાગૃતિ લાવવા દહેગામના નિવૃત્ત નાયબ મામલતદાર ભીખુભાઈ ત્રિવેદી, નગરપાલિકાના પ્રમુખ પીનાબેન શાહ,શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્ર શર્મા (ભીખાભાઈ), આમ આદમી પાર્ટીના પ્રમુખ જશુભાઇ પટેલ તથા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અશોક રાઠોડ મ્યુિનસિપાલિટી સ્કૂલના આચાર્ય ધીરજભાઈ પ્રજાપતિ સાંદિપની સ્કૂલના આચાર્ય રામભાઇ પટેલ તેમજ સ્ટાફ તેમજ સિનિયર સિટીઝનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.