વિરોધ:પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે દહેગામ અને માણસામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

દહેગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલ ડિઝલ સહિતના ભાવ વધારાના વિરોધમાં માણસા કોંગ્રેસના દેખાવો. - Divya Bhaskar
પેટ્રોલ ડિઝલ સહિતના ભાવ વધારાના વિરોધમાં માણસા કોંગ્રેસના દેખાવો.
  • પ્રદર્શન કરતા ધારાસભ્ય સહિતના કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી

દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ સહિત અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓનાં ભાવોમાં પણ અસહ્ય વધારાના વિરોધમાં દહેગામ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે એસટી ચોકી આગળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, શહેર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ (લાલભાઈ), તાલુકા પ્રમુખ જગતસિંહ, તાલુકા પંચાયતના સદસ્ય ફકીરસિંહ ઝાલા,પાલિકાના સદસ્ય માર્ગેશ સક્સેના, બિસ્મિલ્લા મનસુરી, યુવક કોંગ્રેસના જાવેદ ખલાણી, બ્રિજેશ દરજી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થઈ ભાજપ સરકાર અને ભાવવધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતાં દહેગામ પોલીસે તમામની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગયા હતા.

કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કરી ભાજપ સરકાર તાત્કાલિક ભાવવધારો પાછો ખેંચે તેવી માંગ કરીએ છીએ.જ્યારે માણસામાં પણ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરતાઓએ પણ પેટ્રોલ-ડીજલના ભાવ વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ઉપરાંત બીજી બાજુ કોરોનાની મહામારી વચ્ચે લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે અને આ વધતા ભાવોને કારણે મોંઘવારી પણ સતત વધી રહી છે.

મોંઘવારી પણ ગૃહિણીઓના બજેટ ખોરવી રહી છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના વિરોધમાં ઠેરઠેર આક્રમક વિરોધ પ્રદર્શન કરી રહી છે અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે. ધારાસભ્ય સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.તે વખતે પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ પણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...