ઇન્ડિયન બેસ્ટીઝ એવોર્ડ-2021:દહેગામ કોલેજના પ્રોફેસરને ઇન્ડિયન બેસ્ટીઝ એવોર્ડથી સન્માનિત કરાયા

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સન્માનિત થયેલા દેશ-વિદેશના 200 તજજ્ઞોમાં ગુજરાતમાંથી પ્રોફેસર મિશ્રાની પસંદગી થઇ હતી

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન આપનાર ભારતીયોને દર વર્ષે ભવ્યા ઇન્ટરનેશનલ અને ભવ્યા ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે દેશ વિદેશના મળીને કુલ 200 વિશેષજ્ઞોને સન્માનવા માટે જયપુર- રાજસ્થાન ખાતે યોજાયેલ ‘આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન’માં દહેગામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હિન્દી વિભાગના વડા પ્રો. પ્રકાશ મિશ્રાને “ઇન્ડિયન બેસ્ટીઝ એવોર્ડ-2021” એનાયત કરાયો હતો.

છેલ્લા 30થી વધુ વર્ષોથી હિન્દીના પ્રાધ્યાપક તરીકે સેવા આપતા પ્રો. મિશ્રા હિન્દી અકાદમીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષપણ છે. તો અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જર્નલોમાં લેખનકાર્ય પણ કરી અનેક એવોર્ડ્ઝથી સન્માનિત થઈ ચૂક્યા છે. પ્રકાશ મિશ્રાને આવો નોંધપાત્ર એવોર્ડ મળતાં દહેગામ કોલેજના સંચાલક મંડળ, પ્રિન્સિપાલ, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...