તૈયારીઓ:આજે દહેગામમાં વડાપ્રધાન મોદી પ્રચાર માટે સભા ગજવશે

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોની ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેગામના ગાંધીનગર રોડ પર રાજભવન હિલ્સ પાસેના મેદાનમાં બપોરે 1:00 વાગે આવવાના છે. વડાપ્રધાનના આગમનને લઈ દહેગામ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોના ઉમેદવારોના ચૂંટણી પ્રચારની જાહેર સભા માટે આવનાર છે ગાંધીનગર રોડ પર મરડિયા ફાર્મ નજીક રાજભવન હિલ પાસેના મેદાનમાં જાહેર સભાને સંબોધશે વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા આવવાના હોવાથી સભા સ્થળથી થોડેક જ દૂર આવેલા એક મેદાનમાં હેલિપેડ પણ બનાવી તૈયાર કરી દેવામાં આવ્યું છે વડાપ્રધાનની સુરક્ષાને લઈ હેલિપેડ સહિત સભા સ્થળના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇજી તેમજ એસપીજી ની ટીમે પણ સભા સ્થળ તેમજ હેલિપેડની મુલાકાત લઈ વડાપ્રધાનની સુરક્ષામાં કંઈ કાચું ન કપાય તે માટે સમીક્ષા કરી હતી ભાજપ દ્વારા વડાપ્રધાનની સભામાં ભીડ એકત્રક કરવા કાર્યકરોને કામે લગાડી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...