તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા દ્વારા કાર્યવાહી:દહેગામની ગુર્જર મંદિર સિનેમા પાસે ગરનાળા પરનાં દબાણો દૂર કરાયાં

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભંગારનો સામાન,જુના તથા નવા વાહનો જેવી વસ્તુઓથી  દબાણ કર્યું હતું - Divya Bhaskar
ભંગારનો સામાન,જુના તથા નવા વાહનો જેવી વસ્તુઓથી દબાણ કર્યું હતું
  • પાલિકા દ્વારા દબાણો હટાવાયાં
  • આગમી દિવસોમાં ચેતના હોટલ સુધીનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે

દહેગામની ગુર્જર મંદિર સિનેમા પાસે ગરનાળા પર દબાણો દૂર કરાયા છે. દહેગામ શહેરના ગુર્જર મંદિર સિનેમા પાસે ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલ માટેના ગરનાળાને આરસીસીનું બનાવી તેના પર રોડ જેવું પાકું બાંધકામ કરાયું હતું, જેથી કેટલાક શખ્સો તેના પર ભંગારનો સામાન,પાઈપો,જુના તથા નવા વાહનો જેવી વસ્તુઓ મૂકી અને દબાણ કર્યું હતું, જેથી ગુરુવારે પાલિકાના ચીફ ઓફિસર આર.જે.હુદડ, દબાણ શાખાના ગોપાલભાઈ શાહ, સેનેટરી વિભાગના દીપક પટેલ, સ્ટાફના નરેશ બ્રહ્મભટ્ટ, નિતીન વ્યાસ, પ્રજ્ઞેશ સોની સહિતની ટીમ ઉપસ્થિત રહી પોલીસ બંદોબસ્ત સાથે ગરનાળા પર કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલિકા દ્વારા ગુરુવારે દૂર કરાયેલા દબાણોથી થોડી દુર તે જ ગરનાળા પર કેટલાક લોકોએ કાચા પાકા ઝુંપડા અને મકાનો સંડાશ, બાથરૂમ બનાવીને દબાણો કર્યા છે. તે દબાણ દૂર કરવાની નોટીસ પણ પાલિકા દ્વારા આપી દેવામાં આવી હોવાથી નજીકના દિવસોમાં ચેતના હોટલ સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું અને ગુરુવારે ખુલ્લી કરાયેલી જગ્યામાં દહેગામ બજારમાં થતી લારીઓથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા હરતી ફરતી લારીઓવાળાને વૈકલ્પિક જગ્યા રૂપે આપવામાં આવનાર હોવાની વિચારણા કરાઈ રહી હોવાનું પાલિકાના ચીફ ઓફિસર આર.જે. હુદડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...