કાર્યવાહી:ચેન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ઉપરાંત ચિલોડા અને ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચેન સ્નેચિંગ તેમજ બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા આરોપીને રખિયાલ બજારમાંથી રખિયાલ પોલીસે ઝડપી લીધો હતો.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશા ગામીતની સુચના અને માર્ગદર્શન હેઠળ ડી- સ્ટાફ પોલીસની ટીમ બજારમાં હતી. તે દરમિયાન કોન્સ્ટેબલ જયેશકુમારને બાતમી મળી હતી કે રખિયાલ પોલીસ મથક વિસ્તારમાંથી ચેન સ્નેચિંગના ગુનામાં નાસતો ફરતો આરોપી આફતાબ મહંમદયુનુસ સુમરા (રહે-લુહારબારી, મારવાડીના ઘર પાસે પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠા) સામેત્રી રોડ પર આવેલી એક ચાની કીટલી પાસે પીળા કલરની ટીશર્ટ પહેરી ઊભો છે.

આથી પોલીસ બાતમી વાળી જગ્યાએ પહોંચી તેને ઝડપી લીધો હતો. જેની વધુ પૂછપરછ કરતાં તેણે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તાર ઉપરાંત ચિલોડા અને ધનસુરા વિસ્તારમાં ચેન સ્નેચિંગ તેમજ બાયડ વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...