કોરોનાની ત્રીજી લહેર આવે તે પૂર્વે મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે મેલેરિયા , ડેંગ્યુનો રોગચાળો ફેલાય તે પૂર્વે જીલ્લા મેલેરિયા વિભાગે અચાનક જિલ્લાના તમામ ગામડાઓમાં નાગરિકોને તાવ મેલેરિયા ડેંગ્યુની તપાસ કરાવવા જાહેર નોટિસ બોર્ડ પર નોટિસો મુકવાનો આદેશ આપતા ગામડે ગામડે નોટિસો મુકાઈ છે.અને નાગરિકોને ઘરમાં કે આજુબાજુ પાણી ભરેલા પાત્રોનો નિકાલ કરવા તાકીદ કરાઈ છે.
જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ ઝુંબેશના ભાગરૂપે કામગીરી થઈ રહી છે.
શુક્રવારે ટીડીઓ, ટીએચઓ, મેડીકલ ઓફિસર, તાલુકા મપહેસુ, મપહેસુ, મપહેવના સઘન પ્રયત્નોથી અમદાવાદ જીલ્લાના વિવિધ ગામોમાં જાહેર સુચના સરકારી દવાખાનાઓ, ગ્રામ પંચાયત, ગામના નોટીશ બોર્ડ પર લગાવવામાં આવી હતી. નોટિસ મુજબ કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ. હાલમાં ગામમાં કોઇને તાવ આવે તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. આપને આવેલ તાવ મેલેરિયા કે ડેન્ગ્યુ હોઇ શકે છે એટલે વહેલી તકે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.