તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:બારેજામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ, મોંઘવારી વિરોધમાં જનચેતના રેલી

વહેલાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘ભાજપ તારો કેવો ખેલ દારૂ સસ્તો, તેલ પેટ્રોલ મોંઘા’ ના નારા સાથે આવેદન અપાયું

દસક્રોઈ તાલુકાના બારેજા હરિ ઓમ પાર્ટીપ્લોટ ખાતે જન ચેતના કાર્યકમ અંતર્ગત દસક્રોઈ તાલુકા કોંગ્રેસની કારોબારી મળી હતી.જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ આત્માને શાંતિ મળે તે માટે મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા બારેજામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ, મોંઘવારી સામે જનચેતના રેલીનંુ આયોજન કરાયું હતુ.

ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકો ભાજપના શાસનમાં મંદી-મોંઘવારીનો ભોગ બની રહ્યાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા જનચેતના અભિયાનનો રાજ્યવ્યાપી કાર્યક્રમ આપ્યો છે. જે 17 જુલાઈ સુધી ચાલશે.

બારેજા હરિ ઓમ પાર્ટીપ્લોટ ખાતે જન ચેતના કાર્યકમ અંતર્ગત દસક્રોઈ તાલુકા કોંગ્રેસની કારોબારી મળી હતી.જેમાં કોરોનામાં મૃત્યુ પામેલાના આત્માને શાંતિ મળે તે માટે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જીલ્લા કોગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા, વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, તાલુકા કોગ્રેસ પ્રમુખ દિગવિજયસિંહ પરમાર, જીલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ ઠાકોર, કોગ્રેસ અગ્રણી કાળાજી ઠાકોર, બુધાજી એણાસણ, તાલુકા પંચાયતના સભ્યો મહેશભાઈ ઠાકોર, જ કૌશિકભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જનચેતના આંદોલનમા 150 થી વધુ કોંગ્રેસ નેતાઓ, કાર્યકરોએ શાળા કોલેજોમાં વિધાર્થી ની 50% ફી માફી પેટ્રોલ ડિઝલના ભાવ વધારા, બેરોજગારી, આરોગ્યને લગતી સુવિધાઓ , મોંઘવારી, કોરોનામાં અવસાન પામેલાના પરિવાર ને 4-લાખ રુપિયા વળતર આપવાની માગણી, ભાવ વધારાના વિરોધ અંગે ‘ભાજપ તારો કેવો ખેલ દારૂ સસ્તો,તેલ પેટ્રોલ મોંઘા’ ના સૂત્રોચ્ચાર સાથે રેલી બારેજાના મુખ્ય બજારોમાં થઈ રેલી સ્વરુપે બારેજા પાલિકા ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...