ચાઈનીઝ દોરીના વપરાશથી રોજેરોજ અકસ્માતોના બનાવો જે રીતે બની રહ્યા છે તેવા બનાવો ન બને તે માટે ચાઇના દોરીનું વેચાણ ન થાય તેના માટે તાજેતરમાં જ દહેગામ ખાતે જાગૃત નાગરિકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ચાઈનીઝ દોરીનું વેચાણ અને વપરાશ સદંતર બંધ થાય તે માટે બુધવારે જાગૃત નાગરિકો સિનિયર સિટીઝન વિવિધ સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકળાયેલા નાગરિકો દ્વારા દહેગામના મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
માનવ જીવન તેમજ પશુ પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહેલી ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ આવે અને લોકો પણ તેનો વપરાશ ન કરે તે માટે શહેરના જાગૃત નાગરિકો દ્વારા તાજેતરમાં રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ બુધવારે પણ શહેર અને તાલુકામાં ચાઈનીઝ દોરીના વપરાશ પર કડક અંકુશના પ્રયાસો થાય તે હેતુથી દહેગામના જાગૃત નાગરિકો,વેપારીઓ, સિનિયર સિટીઝન, અને જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો તેમજ રાજકીય લોકોએ ઉપસ્થિત રહી દહેગામની મામલતદાર કચેરી ખાતે મામલતદાર તેમજ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું શહેરના જાગૃત નાગરિકો દ્વારા અપાયેલા આવેદન પત્રમાં ઉતરાયણ પહેલા ફરીથી ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય.
તે માટે સઘન ચેકિંગ કરી તેમ જ તેનો વપરાશ ન થાય તે હેતુથી ઉતરાયણના તહેવારમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધાબા પર પોલીસ પોઇન્ટ મૂકી ચાઈનીઝ દોરીનો વપરાશ અટકાવવાની માંગ કરી હતી આવેદનપત્ર આપવાના આ કાર્યક્રમમાં દહેગામના નિવૃત્ત નાયબ મામલતદાર ભીખુભાઈ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્ર શર્મા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ અશોકભાઈ રાઠોડ જેસીઆઈ સંસ્થાના પ્રમુખ નિલય દેવપુરા નગરજનો અને વેપારીઓ ઉપસ્થિત હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.