રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં જ જયપુરથી અસારવા ઈન્દોર અસારવા તેમજ કોટાથી અસારવાની એમ ત્રણ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ઉપરાંત તેઓના સ્ટોપેજ દહેગામ રેલ્વે સ્ટેશનમાં આપતા મુસાફરો તેનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. જેના કારણે દહેગામનું રેલવે સ્ટેશન ધમધમી થયું છે.
અમદાવાદ (અસારવા) ઉદયપુર રેલવે લાઇન બ્રોડગેજ થયા બાદ માત્ર ઉદયપુર અને ડુંગરપુર સુધીની બે જ ટ્રેનો ચાલતી હતી જેમાં ડુંગરપુર ડેમુ ટ્રેન રવિવારે જતી ન હોવાથી મુસાફરોને તકલીફ પડતી હતી જો બીજી તરફ આ બંને ટ્રેનોનો લાભ સમયની અનુકૂળતા ન હોવાથી મુસાફરોને ઓછી સંખ્યામાં લઈ શકતા હતા તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા જયપુરથી અસારવા, ઈન્દોર થી અસારવા, તેમજ કોટાથી અસારવા રૂટની ત્રણ નવી ટ્રેનો શરૂ કરવામાં આવતા નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનને પણ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જેના કારણે સવારે અને સાંજે બે ટાઈમ લાંબા રૂટની ટ્રેનોની અવરજવર થતી હોવાથી દહેગામનું રેલવે સ્ટેશન ધમધમતું થયું છે અને આગામી સમયમાં આ રૂટ પરથી દિલ્લી સુધીની ટ્રેન લંબાવાય તેવું પણ લોકો ઈચ્છા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.