સારવાર:દહગામના PHCમાં વૃદ્ધનું ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન

દહેગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબે મિત્રો અને સંબંધીઓના સહકારથી સર્જરી કરી

દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિના અગાઉ મૂકાયેલા ઓર્થોપેડિક તબીબે શહેરના એક ગરીબ વૃદ્ધના સાંધા બદલવાનું ખર્ચાળ ઓપરેશન તબીબે તેમના મિત્રો અને સગાઓનાં દાનથી ગરીબ આધેડને કરી આપતા તે આધેડ હાલ સાજા થઈ ગયા છે. દહેગામના અમીનવાડા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય અનિલભાઈ વ્યાસ જેઓ એક ખાનગી ફેક્ટરીમાં કામ કરી જીવનનિર્વાહ કરે છે જેમના ડાબા પગના ઘુંટણમાં કેટલાય સમયથી અસહ્ય દુખાવો થતો હોવાથી તેમણે ખાનગી હોસ્પિટલનાં તબીબને બતાવ્યું હતું.

જયાં એક્સ-રે કરાવ્યા બાદ અનિલભાઈને ઘૂંટણમાં ખૂબ જ ઘસારો થઈ ગયો હોવાનું અને તેના બદલે ની રિપ્લેસમેન્ટ કરવા માટેનું નિદાન કર્યું હતું. નવું ઘૂંટણ કુત્રિમ સાંધા) ની-રિપ્લેસમેન્ટનું ઓપરેશન તેમને પરવડે તેમ ન હોવાથી તેઓ દવાઓથી હંગામી ધોરણે રાહત મેળવતા હતા જે દવાઓ પણ મોંઘી આવતી હતી પણ તે કાયમી ઉકેલ ન હતો. આથી અનિલભાઈ વ્યાસ ડો.વિરાજ પટેલ ને બતાવવા ગયા હતા ડો.પટેલે તેમના એક્સરે સહિતના રિપોર્ટ જોયા અને ડાબા પગનું નીરિપ્લેસમેન્ટ કરવું પડે તેમ જ હતું.

પરંતુ અનિલભાઈ પાસે નાણાં ન હોવાથી ડો.વિરાજ પટેલના મિત્રો અને સગાઓને મદદથી ખર્ચાળ ની-રિપ્લેસમેન્ટ નું ઓપરેશન સુપ્રિટેન્ડન્ટ ડો.નયન સ્વામિનારાયણ અને મેડિકલ ઓફિસર ડો.કેતન પ્રજાપતિના સહયોગથી કેન્દ્રમાજ ઓપરેશન થિયેટરમાં કરવાનું નક્કી કર્યું અને ગત તા.4 ના રોજ ડો.વિરાજ પટેલે અનિલભાઈનાં ની-રિપ્લેસમેન્ટનું સફળ ઓપરેશન કર્યું ં હતું.

અન્ય સમાચારો પણ છે...