તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિંગરવામાં મલેરિયાનો વધુ 1 કેસ મ‌ળતાં 2 સાઈટને નોટિસ પાઠવાઈ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના મલેરિયા વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહી
  • 2 સાઈટના સંચાલકો પાસેથી 20-20 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો
  • અન્ય એકમો સામે પણ તવાઈ આવે તેવી શક્યતા

સિંગરવામા વધુ એક મલેરિયાનો કેસ મળી આવતા જિલ્લા મલેરિયા વિભાગમાં દોડધામ મચી હતી.વધુ એક કેસ મળતા મેલેરિયા વિભાગે વિસ્તારમાં મચ્છરના બ્રિડિંગ, પાણી ભરાવું જેવી તપાસ હાથ ધરતા બે રહેણાંકની સાઈટોને નોટિસ આપી દંડ વસુલાયો છે.બંને પાસેથી 20-20 હજારનો દંડ વસૂલવા નોટિસ અપાઈ છે એક સાઇટ સ્થળ પર તત્કાલ દંડ ચૂકવી દીધો છે તેમ જિલ્લા મલેરિયા વિભાગના અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું .

આ અંગે મળતી અનુસાર સિંગરવા ખાતે 23 માર્ચના રોજ મલેરિયા પોઝિટિવ કેસ મળી આવતા જિલ્લા મલેરિયા વિભાગે પોઝિટિવ કેસવાળા વિસ્તારમાં ગાઈડલાઈન મુજબ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી અન્વયે પોઝિટિવ કેસની સોસાયટીની મુલાકાત તથા ચકાસણી કરતા કોઈ જગ્યાએ બ્રીડિંગ જોવા મળેલ નહિ. પરંતુ સોસાયટીના પાછળના વિભાગમાં ચલતી કાન્સ્ટ્રકશન સાઇટ પર તપાસ કરતા ત્યાં મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર જોવા મળતા સ્થળ ઉપર જ 20 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો તથા અન્ય એક બીજી સાઇટની મુલાકત કરતા તેમાં પણ બ્રીડીંગ જોવા મળતા તે સાઇટ ને પણ નોટિસ આપી દંડ વસુલ કરવામાં આવ્યો. કાર્યવાહીમાં સિંગરવાની બે સાઈટોમા અંતરિક્ષ કન્સ્ટ્રકશન સાઇટ તેમજ સમૃદ્ધ વિલા ડુપ્લેક્ષનો સમાવેશ થાય છે.da

અન્ય સમાચારો પણ છે...