તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:વહેલાલમાં UGVCL દ્વારા વપરાશ મુજબ સિક્યુરિટી ડિપોઝિટ ભરવા નોટિસ

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિનામાં રકમ ન ભરનારાનું વીજજોડાણ કપાશે
  • રોષે ભરાયેલા ગ્રાહકો દ્વારા તાકીદે નોટિસ પરત ખેંચવા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત

ઇન્ડિયન ઇલેક્ટ્રિક એકટ 2003 જી.આઈ.આર.સી.નોટિફિકેશન એકટ મુજબ ઘર વપરાશના વીજ જોડાણ ઉપર વપરાશ વધતા સિક્યુરિટીની વધેલી રકમ વસૂલવા યુજીવીસીએલ દહેગામ યુનિટ ધ્વારા વહેલાલ ના વીજ ગ્રાહકોને નોટિસ અપાતા વીજ ગ્રાહકોની મુશ્કેલી વધી છે.

ઉ. ગુ. વીજ કંપની ના દહેગામ રૂરલ બીલીગ વિભાગ દ્વારા દસક્રોઈ ના વહેલાલ મા ઘર વપરાશના અનેક ગ્રાહકોને સિક્યુરિટી ડિપોઝીટની રકમ એક મહિનામાં ભરપાઇ કરવા નોટિસો અપાઈ છે.જો તેમ કરવામાં નહી આવે તો વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખવાં જણાવાયું છે. એકબાજુ કોરોના મહામારીમાં લોકો આર્થિક સંકડામણ વેઠી રહ્યા છે, પેટ્રોલ ડિઝલ નો ભાવવધારો, મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી બાજુ વીજ કંપનીની આ સિક્યુરિટી ડિપોઝિટના નામે ઉઘાડી લૂંટને લઇ ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.તત્કાલ આ નોટિસો પરત ખેંચવા માગ ઉઠી છે.

ઉ.ગુ.વીજ કંપની દ્વારા અપાયેલ નોટિસમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 નો વીજ વપરાશ અને બીલની રકમની ગણતરી કરતા માસીક વિજવપરાશ એવરેજ યુનિટથી વધી જાય છે.જે પેટે સિક્યુરિટીની રકમ ભરવા પાત્ર થાય છે.જે દિન 30 માં ભરપાઈ કરવા જણાવ્યું છે.

આ ઉપરાંત તંત્ર તરફથી જણાવવામા આવ્યુ છે કે જો રકમ ભરપાઈ કરવામાં નહિ આવે તો વીજ જોડાણ કાપી નાખવામાં આવશે અનેક ગ્રાહકોને અલગથી નોટિસ આપી સરેરાશ રૂ.500 થી રૂ 5000 થી 70000 જેટલી વધારાની સિક્યોરિટી ડિપોઝિટ દિન-30માં ભરવાનો આદેશ કરી આ રકમ સમયસર ન ભરે તો દંડનીય કાર્યવાહી કરવાની અને જરૂર પડે વીજજોડાણ કાપી નાખવાની ચીમકી અપાઇ છે. આ રકમ રોકડ તથા ડીડી દ્વારા ભરપાઈ કરતાં પહેલા કચેરીમાં એસ.આર. નંબર પડાવ્યા પછી જ સ્વીકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...