આરોગ્ય સેવા:વહેલાલ સહિત 3 સેન્ટરમાં નવી એમ્બ્યુલન્સ અપાઈ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 લાખ કિમી ફર્યા બાદ પછી નવી એમ્બ્યુલન્સ આપાવમાં આવે છે

વહેલાલ પીએચસી સેન્ટરમા જૂની એમ્બ્યુલન્સના કિલોમીટર પુરા થઈ જતા નવી 108 એમ્બ્યુલન્સ આપવામાં આવતા વહેલાલ પીએચસી સેન્ટર હેઠળના ગામોમાં ઝડપથી આરોગ્ય સેવાઓ પહોંચાડવા મદદરૂપ થશે.

આ અંગે 108 પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહિ એ જણાવ્યું હતું.કે નિયમ અનુસાર જે એમ્બ્યુલન્સ 3 લાખ કિમિ સેવાઓ માટે દોડી હોય તે એમ્બ્યુલન્સ નાગરિક સેવાઓમાંથી પરત લઈ તેની જગ્યાએ નવી એમ્બ્યુલન્સ અપાતી હોય છે.આ પોલિસી મુજબ દસક્રોઈ ના વહેલાલ, વિરોચનનગર તેમજ વેજલપુર સેન્ટરપર જૂની એમ્બ્યુલન્સ લઈ નવી 108 એમ્બ્યુલન્સ અપાઈ છે.જેથી નાગરિકોને 108 મા લેવા મુકવા જતા કોઈ સમસ્યા સર્જાય નહિ અને સમયસર સેવા આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...