તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારીઓમાં ફફડાટ:દહેગામ પાસે પોલીસે 7 જુગારીને રૂ.16,480 રોકડ સાથે ઝડપી લીધા

દહેગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નાંદોલ રોડ પર છીંકણીવાળા કૂવા પાસે જુગાર ચાલતો હતો
  • પોલીસની રેડથી જુગાર રમતાં જુગારીઓમાં ફફડાટ

દહેગામ પાસે 16,480 રોકડા સાથે 7 જુગારી પકડાતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દહેગામ શહેરના નાંદોલ રોડ પર આવેલા છીંકણીવાળા કુવા પાસેના એક મકાનની આગળ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી દહેગામ પોલીસને મળતા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જયાં પાના પત્તાનો જુગાર રમી રહેલા સાત શખ્સોને રૂપિયા 16,480ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

દહેગામનાં નાંદોલ રોડ પર આવેલા છીંકણીવાળા કૂવા પાસે રોહિત ઉર્ફે અમદાવાદી દિલીપભાઈ વાદી તેના ઘરની આગળ કેટલાક લોકોનેભેગા કરી જુગાર રમી રમાડી રહ્યો હોવાની બાતમી દહેગામ પોલીસને મળતા પીએસઆઈ પી.જે. સોલંકી તેમજ સ્ટાફના વિષ્ણુભાઈ, નિકુલકુમાર, શૈલેષભાઈ, ગુંજનભાઈ, સોહિલસિંહ, હરેશકુમાર તેમજ જયેશકુમાર સાથે બાતમીવાળા સ્થળ રેડ કરી હતી.

પોલીસે રેડ પાડતા આ સ્થળે જુગાર રમી રહેલા રોહિત ઉર્ફે અમદાવાદી દિલીપભાઈ વાદી (રહે છીંકણીવાળો કુવો, દહેગામ), વિક્રમ કાન્તીભાઈ પટેલ (રહે-આનંદ રેસીડેન્સી,દહેગામ) અક્ષયચંદ્ર દશરથલાલ રાવલ (રહે-ધનેશ્વર સોસાયટી, ઈડર,જિ.સાબરકાંઠા) ભગાભાઇ પુનાભાઈ પરમાર (રહે-લક્ષ્મીપુરા તા.દહેગામ)દિલીપસિંહ કાળુસિંહ ઠાકોર, પોપટજી બાલાજી ઠાકોર બંને (રહે-છીંકણીવાળો કુવો તા. દહેગામ) તેમજ અમિત રમેશભાઈ ગુર્જર (રહે-નહેરુપાર્ક સોસાયટી દહેગામ )ને રૂપિયા 16,480 રોકડ રકમ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...