ભાસ્કર વિશેષ:રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા કોલંબો સિક્યુરિટી કોન્કલેવ મરીન લો વર્કશોપ યોજાયો

દહેગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા કોલંબો સિક્યુરિટી કોન્કલેવ મરીન લો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. - Divya Bhaskar
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા કોલંબો સિક્યુરિટી કોન્કલેવ મરીન લો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
  • ભારત સહિત 4 દેશના પ્રતિનિધિઓએ વર્કશોપમાં ભાગ લીધો

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (એનએસસીએસ), ભારત સરકાર દ્વારા તારીખ 3જીથી 5મી, માર્ચ દરમિયાન પ્રથમ કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ મેરીટાઇમ લો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, માલદીવ્સ, મોરેશિયસ, સેશેલ્સ અને સેશેલ્સના પ્રતિનિધિઓએ ત્રિ-દિવસીય વર્કશોપમાં ભાગ લીધો હતો. કોલંબો સુરક્ષા કોન્ક્લેવની 5મી ડેપ્યુટી એનએસએ સ્તરની બેઠકમાં સભ્યો અને નિરીક્ષકોએ રાજ્યોની દરિયાઈ સીમાઓની સલામતી અને સુરક્ષા, આતંકવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા, ટ્રાફિકિંગનો સામનો કરવા અને સંગઠિત અપરાધ અને સાયબર સુરક્ષા અને સંરક્ષણ સહિત સહકારના ચાર સ્તંભો પર સંમત થયા હતા.

ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેરીટાઇમ લો વર્કશોપએ પ્રથમ સ્તંભ હેઠળની એક ડિલિવરેબલ હતી. વર્કશોપમાં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવના સભ્ય અને નિરીક્ષક દેશોના સહભાગીઓને તેમના સંબંધિત દેશોમાં દરિયાઈ કાયદા, માછીમારી અને ચાંચિયાગીરી, દરિયાઈ પર્યાવરણીય કાયદા, દરિયાઈ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર અનુભવો અને શ્રેષ્ઠ પ્રયાસો આ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ઉપરાંત સુનામી જેવી કુદરતી આફતની સ્થિતિને પહોંચી વળવા એક દેશ બીજા દેશ ને મદદરૂપ થાય તેના પર ભાર મૂકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...