તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કડાદરાની કેનાલમાં 2 પુત્રીને ફેંકી દેનારી માતા સેન્ટ્રલ જેલમાં

દહેગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટે મહિલાને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો

દહેગામ તાલુકાના આંત્રોલી ગામની મહિલાએ નણંદના કડવા વેણથી લાગી આવ્યા બાદ તેની 4 વર્ષની અને 6 માસની 2 પુત્રીઓને કડાદરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દેવાયાના બનાવ બાદ પોલીસે માતાની ધરપકડ કરી તેની ઓળખ પરેડ કરાવી કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. જેથી પોલીસે તેને સાબરમતી જેલમાં ધકેલી હતી. દહેગામ તાલુકાના આંત્રોલી ગામે પરણાવેલી અને તાલુકાના હાલીસા ગામે પિયર ધરાવતી શિલ્પાબેન સિધ્ધરાજસિંહ સોલંકીએ તેની પુત્રીઓને ચવાણું અપાવવા ઘરમાં રહેલુ જૂનું પ્લાસ્ટિક કાઢી તેના બદલે ચવાણું મેળવવા નણંદને કહ્યું હતું. જેથી નણંદે વસ્તાર તારો છે તેથી તેની ચિંતા તમે કરો તેવા વેણ કહેતા શિલ્પાબેનને લાગી આવતા બંને પુત્રીઓને કડાદરા નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. બનાવ બાદ દહેગામ પોલીસે નિર્દયી માતા શિલ્પાબેનની હત્યાના બનાવ સંદર્ભે ધરપકડ કરી હતી જેની મંગળવારે ઓળખ પરેડ કરાવ્યા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે તેને સેન્ટ્રલ જેલમાં મોકલાઈ છે.

4 વર્ષની પુત્રીનો કોઈ પત્તો મળ્યો નથી
માતા દ્વારા રવિવારે કેનાલમાં ફેંકી દેવાયેલી બંને માસુમ દીકરીઓની તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવતા 32 કિ.મી દૂર કલોલ તાલુકાના જાસપુર ગામની કેનાલમાંથી 6 માસની માસૂમ શ્રધ્ધાની લાશ મળી હતી. જો કે, આ લખાય છે ત્યાં સુધી 4 વર્ષની પુત્રી ઉર્વશીનો કોઈ પત્તો લાગ્યો ન હતો હજી પણ શોધખોળ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો