તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દહેગામમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ધારાસભ્યની રજૂઆત

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધારાસભ્યે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી
  • તાલુકા પંચાયતના કોંગ્રેસી સદસ્યે 18 વર્ષથી ઉપરની વયના નાગરિકોનું ઝડપી વેક્સિનેશન કરવા માંગ કરી

કોરોનાએ જિલ્લાના દહેગામ શહેર સહિત તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પણ અસર કરતા અસંખ્ય લોકો કોરોનાનો ભોગ બન્યા હતા.જેના કારણે મોટી સંખ્યામાં સંક્રમિત લોકોને ઓક્સિજનની જરૂર પડતાં આમ તેમ ભટકવું પડતું હતું. કેટલાક લોકોએ ઓક્સિજનના અભાવે જીવ પણ ખોવાનો વારો આવ્યો હતો. આગામી સમયમાં કોરોના સંક્રમિત વ્યક્તિ ઓક્સિજનના અભાવથી મોતને ન ભેટે તે માટે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે દહેગામમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

તેમજ 18 વર્ષથી ઉપરની વયના તમામ વ્યક્તિઓનું ઝડપથી વેક્સિનેશન થાય તેવી માંગ દહેગામ તાલુકાના કડજોદરા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય ફકીરસિંહ મેલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે. તાલુકા સદસ્યએ મુખ્યમંત્રી ઉપરાંત આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ, જિલ્લા કલેકટર, જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને પણ પત્ર પાઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...