આયોજન:કોરોના બિમારી બળિયાદેવની બાધા કરવાથી મટી જશે, જેવી અંધ શ્રદ્ધામાંથી લોકોને બહાર લાવવા પડશે - શ્રમ રોજગાર મંત્રી

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં કોવિડ- 19ની પરિસ્થિતિની સમીક્ષા બેઠક શ્રમ રોજગાર મંત્રીની અધ્યક્ષતામાં યોજાઇ
  • મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ આઇસોલેશન અને સ્ટાફ તેમજ સાધનોની સમીક્ષા કરવામાં આવી

ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની બિમારી બળિયાદેવની બાધા કરવાથી મટી જશે, જેવી અંધ શ્રદ્ધામાંથી બહાર આવવા અને કોરોના સામે લડવા એક માત્ર ઉપાય વેક્સિનેશન તથા કોવિડના નિયમોનું પાલન છે. તેમ રાજયના શ્રમ રોજગાર અને ડિઝાસ્ટર મંત્રી દિલીપભાઇ ઠાકોરે આજે ગાંધીનગર મહાનગર પાલિકાની કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

લોકો સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી

જે અન્વયે મંત્રીએ ઝડપથી વેક્સિનેશન વધારીને મૃત્યૃદર ધટાડવા તથા આઇસોલેશનમાં કાળજી પૂર્વક સારવાર આપી રિકવરીરેટ વધારવા પર ભાર મૂકતાં દવાઓની સાથે સાથે અવેરનેશ ખાસ જરૂરી છે. માસ્ક, સેનેટાઇઝરનો પુરવઠો વધારવા તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. વધુમાં ગ્રામીણ કક્ષાએ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ગામમાં જ આઇસોલેશનમાં રાખી સારવાર કરવાથી સારુ પરિણામ મળ્યું છે. તે જ રીતે શહેરોમાં પણ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન શરૂ કરવામાં માટે ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ આઇસોલેશન અને સ્ટાફ તેમજ સાધનોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે શહેરમાં આવેલ સેકટર- 30 અને સરગાસણ અંતિમ ધામમાં લાકડાનો પુરવઠો જળવાઇ રહે તે અંગેની જરૂરી સૂચનાઓ આપી હતી.

ઓકસિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી

બેઠક બાદ મંત્રીએ કોલવડા કોવિડ સેન્ટર હોસ્પિટલની મુલાકાત લઇ કોવિડ વોર્ડ અને ઓકસિજનની જાત માહિતી લીધી હતી. તેમણે ઓકસિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.એસ.દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. કલ્પેશ ગોસ્વામી, ગાંધીનગર સિવિલ સર્જન ડો. નિયતી લાખાણી અને અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...