તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાચીન ખેરનાથ મહાદેવ:દહેગામ તાલુકામાં જાબાલી ઋષિના તપ કાળથી ખેરનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરાઇ હતી

દહેગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામ તાલુકાને અડીને આવેલા ખેરનાથ મહાદેવનું શિવલિંગ તસવીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
દહેગામ તાલુકાને અડીને આવેલા ખેરનાથ મહાદેવનું શિવલિંગ તસવીરમાં નજરે પડે છે.
  • પ્રાચીન ખેરનાથ મહાદેવની તપસ્યાથી ભાવિકોને અનેરું ફળ મળતું હોવાની વાયકા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાને અડીને આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવથી પણ પ્રાચિન ખેરનાથ મહાદેવનું મંદિર દેવકરણના મુવાડા નજીક ઉત્કંઠેશ્વર મહાદેવ થી માત્ર દોઢેક કિ.મી.દૂર આવેલુ છે.ખેરનાથ મહાદેવનું મહાત્મ્ય પણ અનેરો છે.જાબાલી ઋષીના તપ કાળ દરમ્યાન પ્રથમ ખેરનાથ મહાદેવની સ્થાપના થઇ હતી.ત્યાર બાદ ઉત્કંઠેશ્વર મહાદેવ સ્વયંભૂ ઉત્કંઠાથી પ્રગટ થયેલા શિવલીંગથી બન્યુ હોવાની લોકો વાયકા છે.

દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા પાસે વન વિભાગની નર્સરીની સામે કાચા નાળિયા થી માંડ અડધા કિ.મી.દૂર અને ઉત્કંઠેશ્વર મહાદેવથી દોઢેક કિ.મી.દૂર આવેલ ખેરનાથ મહાદેવ મંદિર વિશે વર્ષોથી નિયમિત મહાદેવના દર્શને આવતાં કિરીટભાઇ દવે નામના વડીલે જણાવ્યુ હતુ કે જાબાલી ઋષી પ્રાચિન કાળના થયેલા ઋષી હતા.તેમને રામાયણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.જાબાલી ઋષી પોતે ભીલ હતા.

પરંતુ ખૂબ જ્ઞાની અને તપસ્વી હોવાના કારણે ગૌતમ ઋષીએ તેમને 200 ગાય આપી તેમાંથી 2000 જેટલી ગાયો કરવાનું કહ્યુ અને ત્યાર બાદ તેઓ ગાયોને લઇ વેત્રવતી (વાત્રક)નદીના કિનારે કે જયાં હાલ ખેરનાથ મહાદેવ મંદિર છે.ત્યાં આવ્યા હતા.અને એક વાયકા પ્રમાણે 17 વર્ષ અને વાયકા પ્રમાણે 20 વર્ષ જેટલા સમય માટે ખૂબ જ યજ્ઞો કર્યા હતા.જાબાલી ઋષી જે જગ્યાએ યજ્ઞો કર્યા તે સ્થળ ડુંગરો વાળુ તપોવન ભૂમી છે.અને આજે પણ યજ્ઞની ભસ્મ મળી આવે છે.

આ સ્થળે ગાયની ખરી જેવુ શિવલીંગ સ્વયંભૂ પ્રગટ થયેલુ છે.અને શિવલીંગના નીચે લક્ષ્મી યંત્રની ગોઠવણી કરાઇ છે.કહેવાય છે કે આજે પણ સળંગ ચાલીસ દિવસ સુધી ભૌતિક્તા નહી પરંતુ સાત્વિકતા માટે શુધ્ધ મને ખેરનાથ મહાદેવની તપસ્યા કરાયતો અનેરૂ ફળ મળે છે.

અન્ય સમાચારો પણ છે...