તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કંથારપુરાનો 16 કરોડના ખર્ચે યાત્રાધામ તરીકે વિકાસ થશે, 3 માળનું બિલ્ડિંગ બનાવાશે

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંથારપુરા વડ-મહાકાળી માતાના મંદિરની પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી
  • કંથારપુરા વડને પર્યટન અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી શરૂ

દહેગામ તાલુકાના કંથારપુરા ગામે કબીરવડ જેવો જ ઐતિહાસિક વડલો આવેલો છે જેમાં મહાકાળી માતાનું પૌરાણિક મંદિર પણ છે. હાલના વડાપ્રધાન મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે વખતે તેઓ અવારનવાર કંથારપુરાની મુલાકાત લઇ તેનો વિકાસ કરવાની જાહેરાત કરી હતી જે હવે લગભગ પરિપૂર્ણ થવા જઈ રહી છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કંથારપુરાનો યાત્રાધામ તરીકે 16 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. જેને લઈને બુધવારે પ્રાંત અધિકારી જીતુભાઈ ભોરણીયા ઈન્ચાર્જ મામલતદાર ડો. જે. એમ. શાહ સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. દહેગામના કંથારપુરા ગામે કબીરવડ જેવો ઐતિહાસિક વડલો આવેલો છે. તેની વચ્ચે જ મહાકાળી માતાનું પૌરાણિક મંદિર છે. જ્યાં લોકો દર્શનાર્થે આવે છે. વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી હતા તે વખતે કંથારપુરાની અચૂક મુલાકાત લેતા તેમણે આ સ્થળનો વિકાસ કરવાની જાહેરાત પણ કરી હતી.

તેના ફળસ્વરૂપ કંથારપુરાને પર્યટન અને યાત્રાધામ તરીકે વિકસાવવાનું હોવાથી બુધવારે પ્રાંત અધિકારી જીતુભાઈ ભોરણીયા દહેગામના ઈન્ચાર્જ મામલતદાર ડો.જે.એમ.શાહ સહિતના અધિકારીઓ અને સર્વેયરો કંથારપુરા ગામે વડ તથા મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં સર્વેયરો દ્વારા માર્કિંગ કરી ખુંટ મારવામાં આવ્યા હતા. મંદિર તથા વડને વિકસાવવાનું કામકાજ શરૂ થાય તે પહેલાં મંદિર અને વડની મધ્યમાંથી પસાર થતા મુખ્ય રોડને ડાયવર્ઝન આપવાનું તેમજ એક કાચામકાનું દબાણ દૂર કરી પહેલા ફેઝમાં બિલ્ડીંગ બનાવાશે.

ત્યારબાદ બીજા ફેઝમાં વડને અને તેની વડવાઈઓને સંરક્ષિત કરવામાં આવનાર હોવાનું પ્રાંત અધિકારી જીતુભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું. કુલ 16 કરોડના સમગ્ર કામમાં પહેલાં ફેઝમાં 6 કરોડમાં મંજૂર થયા છે. જેમાં 3માળનું બિલ્ડિંગ અને પ્લાન્ટર સહિતની કામગીરી કરાશે. જે બાદ જેમ-જેમ પૈસા આવશે તેમ કામ આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...