દુર્ઘટના:પાલૈયા નજીક ગેસ લાઈન લીકેજ થતાં JCB , એક્ટિવા સળગી ગયું

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામના પાલૈયા પાસે જેસીબી દ્વારા ખોદકામ સમયે ગેસ પાઇપ  લીકેજ થતા આગ લાગી હતી. - Divya Bhaskar
દહેગામના પાલૈયા પાસે જેસીબી દ્વારા ખોદકામ સમયે ગેસ પાઇપ લીકેજ થતા આગ લાગી હતી.
  • દહેગામ-બાયડ રોડ પર પ્રવેશદ્વાર બનાવવા ખોદકામ ચાલતું હતું
  • ગેસ સપ્લાય બંધ કરાતા આગ કાબૂમાં આવી : સાડા પાંચ કલાકે ગેસ પુરવઠો પૂર્વવત થયો હતો

દહેગામ શહેરના પાલૈયા ગામમાં પ્રવેશદ્વાર બનાવવા શનિવારે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યુ હતું. તે સમયે જમીનમાં પસાર થતી સાબરમતી કંપનીની ગેસ લાઇન લીકેજ થવાના કારણે તેમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગ લાગવાથી જેસીબી મશીન તેમજ નજીકમાં ઊભેલું એક્ટિવા સળગી ઉઠ્યું હતું.

વાપરી જેસીબીનો ચાલક નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો છે. આગની જાણ દહેગામ પાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર ઇન્ચાર્જ રાકેશ મહેતા, ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ, દહેગામ પોલીસ ટીમ, નાયબ મામલતદાર જે.સી.રાવલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દહેગામ ફાયર વિભાગે આગ પર પાણી મારો ચલાવ્યો હતો. પરંતુ ગેસનો પ્રવાહ વધુ હોવાથી કાબૂ મેળવવા માટે ગેસ કંપનીને જાણ કરતા જ ગેસ સપ્લાય બંધ કરતા આગ નિયંત્રણમાં આવી હતી. જેસીબી દ્વારા ખોદકામ સમયે સાબરમતી ગેસની પાઈપલાઈન લીકેજ થતા આ ઘટના બની હતી.જેના કારણે ભારે અફડાતફડી મચી હતી.

અન્ય સમાચારો પણ છે...