અકસ્માત:ટ્રકનું ટાયર ફાટતાં ઝાડ સાથે અથડાતાં 5 વ્યક્તિને ઇજા

દહેગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેગામથી ઉત્કઠેશ્વર મહાદેવ રોડ પર ઘટના બની હતી

દહેગામથી ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ ઉપર પસાર થતાં ટ્રકનું ટાયર ફાટતા ડ્રાઇવરે ટ્રકનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઇ હતી. ટ્રકમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને શરીરરે નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જિલ્લાના દહેગામ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ માર્ગ ઉપર ટ્રકનું ટાયર ફાટતા ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માત અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર એક ટ્રક કડીથી કપાસના પ્લોટિંગનું કામ કરવા કપડવંજ તરફ જઈ રહેલી હતી. તે સમયે ટ્રકની આગળનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવવાના કારણે રોડની સાઈડમાં ઝાડ સાથે ટકરાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને તાત્કાલીક અસરથી ઈમરજન્સી વાન 108 ને જાણ કરતા બહિયલ લોકેશનની વાનના પાયલોટ રોહિતસિંહ અને ઈએમટી કિસ્મતસિંહ ચૌહાણ અકસ્માતનાં સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યાંથી વધુ ઇજા પામેલા બે વ્યક્તિઓને ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

અન્ય સમાચારો પણ છે...