સુવિધા:દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેન્ટલ હેલ્થ સર્વિસ સેન્ટરનો આરંભ

દહેગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામમાં માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદઘાટન. - Divya Bhaskar
દહેગામમાં માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદઘાટન.
  • રાષ્ટ્રીય રક્ષા યુનિ.ના ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સ વિભાગનું આયોજન

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ક્રિમિનોલોજી એન્ડ બિહેવિયરલ સાયન્સ વિભાગ દ્વારા દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદઘાટન કરાયુ હતું. આજના ભાગદોડ અને પડકારો ભર્યા વ્યસ્ત જીવનમાં અસંખ્ય લોકો માનસિક રોગોનો શિકાર બની રહ્યા છે, જેથી લોકો માનસિક રીતે સ્વસ્થ રહે તેવા આશયથી કેન્દ્ર શરૂ કરાયું છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આનંદકુમાર ત્રિપાઠી, અતિથિવિશેષ તરીકે સ્ટેટ મેન્ટલ હેલ્થ ઓથોરિટી વિભાગના સેક્રેટરી ડો. અજય ચૌહાણ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સ્કૂલ ઓફ ક્રિમિનોલોજીના ડાયરેક્ટર ડો. એમ. એલ. વાયા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં સુપ્રિટેન્ડેન્ટ ડો.નયન સ્વામિનારાયણની ઉપસ્થિતિ રહ્યાં હતા. આનંદકુમાર ત્રિપાઠીએ કહ્યું હતું કે,‘માનવીને શરીરમાં ગમે ત્યાં ઇજા પહોંચે તો તેની ખબર પડી શકે છે પરંતુ માનસિક સ્થિતિ સારી ન હોય તો શરીર નબળું પડતું જાય છે. લોકો ડિપ્રેશન અને એને એન્કઝાયટીનો શિકાર બની રહ્યા છે. જેથી દહેગામ શહેર અને તાલુકાના લોકો માનસિક સ્વસ્થ રહે તે હેતુથી માનસિક સ્વાસ્થ્ય સેન્ટર ઉભુ કરાયું છે.’

દેશમાં માનસિક નિષ્ણાતોની ખૂબ જ અછત
સ્ટેટ મેન્ટલ હેલ્થ ઓથોરિટી વિભાગના સેક્રેટરી ડો. અજય ચૌહાણે જણાવ્યું કે,‘કોરોના કાળમાં અસંખ્ય લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સારું જોવા મળ્યું ન હતું. દેશમાં માનસિક નિષ્ણાતોની ખૂબજ અછત છે, સરકાર દ્વારા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સચવાય તે માટે 2017માં મેન્ટલ હેલ્થ કેર એક્ટ બનાવાયો છે. દહેગામ ખાતે શરૂ કરાયેલું આ સેન્ટર લોકો માટે ઉપયોગી નિવડશે.

અન્ય સમાચારો પણ છે...