સર્વે કામગીરી:દહેગામમાં 35થી વધુ દુકાનદારે કરેલાં કાચાં-પાકાં દબાણ દૂર કરાશે

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા અને સીટી સર્વે ટીમે સંયુક્ત રીતે માપણી કરી માર્કિંગ કર્યું

દહેગામમાં માથાના દુ:ખાવા સમાન બની રહેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા નગરપાલિકા દ્વારા મોટુ દબાણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે.

જે અંતર્ગત નગરપાલિકા તેમજ સિટી સર્વેની ટીમે સંયુક્ત રીતે મળી દહેગામના જવાહર માર્કેટ રોડથી મોડાસા રોડ સુધીના રસ્તાની બંને બાજુના દબાણ માપ્યા હતા હતા. જે જગ્યાએ માલિકીની જગ્યા કરતાં વધુ દબાણો થયા છે તેવા સ્થળો પર માર્કિંગ કરવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં કાચા ઉપરાંત પાકા દબાણો દૂર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

દહેગામ પાલિકાની દબાણ શાખાની ટીમે જવાહર માર્કેટ આગળના રસ્તાથી લઇ રેલ્વે સ્ટેશન રોડ તેમજ એસ.ટી સ્ટેન્ડ પોલીસ ચોકીથી સુવિધા પથ તેમજ મોડાસા રોડ સુધી રોડની બંને બાજુ થયેલા દુકાનદારો દ્વારા પાકા દબાણો પણ માપ્યા હતા. માલિકીની કાયદેસરની જગ્યા સિવાય કરેલા દબાણો માપીને તંત્ર દ્વારા 35 જગ્યા પર માર્કિંગ કરવામાં આવ્યું હતું. બે દિવસથી પછી તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ સરવેની કામગીરી હાથ ધરાશે.

આ અંગે પાલિકાના ચીફ ઓફીસર ભદ્રેશ પટેલે જણાવ્યું કે,‘શહેરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. તેથી કાચા-પાકા દબાણો દૂર થાય તે માટે સિટી સર્વેની ટીમ સાથે રાખી માપણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...