તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફર્ટિલાઇઝર ક્ષેત્રની ગુજરાતની અગ્રણી ગણાતી જીએનએફસી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજ જોશીએ તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જીએનએફસીના ગુજરાત રાજ્યના માર્કેટિંગ હેડ જી.કે. પટેલ , એરિયા મેનેજર એસ.કે. કોઠારી , જિલ્લા ઇન્ચાર્જ આર. બી.પટેલ,નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના ઇન્ચાર્જ સી.પી. પ્રજાપતિ , દહેગામ તાલુકા કો-ઓપ સોસા. લિ. ના મેનેજર ધનવંતસિંહ તથા અજીતસિંહ અને અન્ય વેપારીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન જી.કે. પટેલ દ્વારા કેન્દ્રમાં થઇ રહેલા કાર્યો , ડી.બી.ટી., પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા થઇ રહેલા ખાતરનું વેચાણ , ફર્ટિલાઈઝર્સની ઉપલબ્ધતાની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદા ડેપો દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે , ખેડૂતોને પાક અને તેમાં વપરાતા ખાતર અંગેની જાણકારી આપવી, ફિલ્ડ ડેમોસ્ટ્રેશન , ખાતર વિક્રેતાઓની મિટિંગ, ખેડૂતોની પ્લાન્ટ, યુનિવર્સીટી વિઝિટ અને તેના દ્વારા ખેડૂતોને થતા ફાયદા અંગે એમ.ડી.ને માહિતગાર કર્યા હતા.
એમ.ડી.એ પણ મુલાકાત દરમિયાન ડેપોના વેચાણ , ત્યાંથી પોઇન્ટ ઓફ સેલ મશીનથી વેચાણ થતા અન્ય ખાતરો , નીમ પ્રોડકટ્સ ,પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા ખાતર વેચવામાં આવતી મુશ્કેલીઓ અને તેને કેવી રીતે નિવારી શકાય તે અંગેની વિગતવાર ચર્ચાઓ કરી હતી.એમ.ડી. પંકજ જોશીએ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર દહેગામ દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યોની સરાહના કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.