તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:દહેગામમાં નવા પહાડિયાનો યુવાન પુત્રીની નજર સામે સાંપા ગામના તળાવમાં કૂદી પડ્યો

દહેગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નજીક રહેલા કેટલાક લોકોએ પણ કૂદતાં જોયો
 • શોધખોળ દરમિયાન અંધારું થઈ જતાં હવે આજે ફરી શોધખોળ હાથ ધરાશે
 • તળાવમાં કેમ કૂદી પડ્યો તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી

દહેગામના સાંપા ગામે આવેલા તળાવમાં નજીકમાં આવેલા નવા પહાડીયા ગામનો એક શખ્સ કૂદી પડ્યો હતો. આ અંગે રખિયાલ પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી દહેગામ પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ કરાવી હતી છતાં શખ્સનો પત્તો ન લાગતા સવારે પુનઃ શોધખોળ કામગીરી હાથ ધરાશે તેવુ જાણવા મળે છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંપા ગામના તળાવમાં એક શખ્સ કૂદી પડ્યો હતો. શખ્સ જ્યારે કૂદકો મારી રહ્યો હતો તે સમયે નજીકમાં રહેતા કેટલા વ્યક્તિઓએ તેમજ તળાવમાં કૂદનારની પુત્રીએ જાેયો હતો. જેથી આ અંગેની જાણ રખિયાલ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને દહેગામ ફાયર વિભાગની ટીમની મદદથી શખ્સની શોધખોળ હાથ ધરી હતી છતાં મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં ગુરુવારે સવારે બહારથી તરવૈયાઓ બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

સાંપાાના તળાવમાં કૂદી જનાર શખ્સ નજીકના નવા પહાડીયા ગામના જશુજી ભીખાજી ઠાકોર (ઉ.વ.45) હોવાનું અને તે નજીકમાં આવેલ પહાડીયા ગામનો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું જોકે આ શખ્સ કેમ કૂદી પડ્યો તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો