દારૂની હેરાફેરી:દહેગામમાં બાઈકમાં દારૂની 75 બોટલ લઈ જતો શખસ પકડાયો

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંતોલી પાસેથી દારૂની 18 બોટલ પકડાઈ

રખિયાલ પોલીસે મોડાસા તરફથી અમદાવાદ તરફ પલ્સર બાઈકમાં 75 બોટલ ઇંગલિશ દારૂ લઈને જતા શખ્સને ઝડપી લઇ બાઈક, એક મોબાઇલ તેમજ ઇંગ્લિશ દારૂ મળી કુલ રૂપિયા 87,350નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. રખિયાલ પોલીસ સ્ટાફ પોલીસ મથકે હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોડાસાથી અમદાવાદ તરફ બાઇક ચાલક દારૂ સાથે રખિયાલ બજારમાં પસાર થવાનો છે. પોલીસે રખિયાલ બજારમાં વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમીવાળા નંબરનું બાઇક લઇને એક શખસ પસાર થતાં તેને રોકીને પોલીસે તપાસ કરતાં તેની પાસેથી 9350ની વિવિધ બ્રાન્ડની કુલ-75 નંગ ઇગ્લીશ દારુની બોટલો મળી આવી હતી. આથી બાઇક ચાલક શખસ સચીનકુમાર કાવજીભાઇ ભરાડા (રહે. અજીતપુરા, જિલ્લો-અરવલ્લી)ને ઝડપી લીધો હતો. પોલીસે શખસ ઉપરાંત વિદેશી દારૂ, બાઇક તેમજ એક નંગ મોબાઇલ સહિત કુલ રૂપિયા 87350નો મુદ્દામાલ જપ્ત લઇને પોલીસે શખસ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામ-બાયડ રોડ પર અંતોલી ગામ પાસેથી ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના , આધારે નંબર પ્લેટ વિનાનાં એક્ટિવામાં ઇંગ્લિશ દારૂ લઈને પસાર થઈ રહેલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા ભરતસિંહ ઉર્ફે ગુડીયો મહેન્દ્રસિંહ બંને (રહે- લીમ્બચ માતાની ફળી દહેગામ) ને 1,530 ની દારૂની 18 બોટલ, એક મોબાઇલ તેમજ એકટીવા સહિત કુલ 41,530 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...