તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:દહેગામમાં ચૂંટણીના મતભેદને લીધે મારામારી અંગે 7 સામે ગુનો નોંધાયો

દહેગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એક જ કોમના 2 પક્ષો વચ્ચે મારામારીમાં 4ને ઈજા
 • પાલિકાના મહિલા સદસ્યા, તેમના પતિ અને પુત્ર તથા સામસામે 7 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

દહેગામમાં એસટી સ્ટેન્ડ સામેના સરદાર શોપિંગ સેન્ટર 3 રસ્તા પાસે ચાની કીટલી પર સોમવારે એક જ કોમના 2 પક્ષો વચ્ચે ચૂંટણીના મતભેદને લઇને થયેલા ઝઘડામાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે દહેગામ પાલિકાના ભાજપના મહિલા સદસ્યા તેમના પતિ તેમજ પુત્ર સહિત બન્ને પક્ષે સામસામે કુલ 7 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.

સોમવારે એસટી સ્ટેન્ડ સામે સરદાર શોપિંગ સેન્ટર 3 રસ્તા નજીક ચાની કીટલી પાસે નગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મતભેદોને લઈ એક જ કોમના 2 પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમતા બંને પક્ષે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવથી પોલીસ તંત્ર દોડતું થઈ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.

આ ઝઘડામાં ઈજા પામેલા હારૂનભાઈ અબુભાઈ મેમણે દહેગામ પાલિકાના ભાજપના મહિલા સદસ્યા નિલોફરબાનું ફિરોઝખાન પઠાણ તેમના પતિ ફિરોજખાન અકબરખાન પઠાણ તેમજ પુત્ર સૂફિયાનખાન ફીરોજખાન પઠાણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સામા પક્ષે ઈજા પામેલા મહિલા સદસ્યાના પુત્ર સૂફિયાનખાન પઠાણે હારૂનભાઈ અબુભાઈ મેમણ, સલીમભાઈ અબુભાઈ મેમણ, સોએબભાઈ હારૂનભાઈ મેમણ તેમજ ખાલિદભાઈ રફીકભાઈ મેમણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે 7 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો