તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દહેગામમાં વરઘોડો કાઢી મંદિરે જતા 11 તો રખિયાલમાં 2 સ્થળે હવનમાં ભીડ ભેેગી કરનારા 19 સામે ગુનો

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામમાં વરઘોડો કાઢનારની અટકાયત કરતાં પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી. - Divya Bhaskar
દહેગામમાં વરઘોડો કાઢનારની અટકાયત કરતાં પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી.
  • વરઘોડામાં વપરાયેલું પિકઅપ ડાલું જપ્ત
  • દહેગામ પોલીસે 11 સામે ગુનો દાખલ કરતા પોલીસ સ્ટેશને મહિલાઓની ભીડ ભેગી થઈ

કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા જાહેરમાં મેળાવડા અને ધાર્મિક પ્રસંગો પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં 4 દિવસ પહેલા તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિલમણા ગામના એક મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક કાર્યક્રમો યોજાતા ભારે ભીડ થઈ હતી જોકે આ વખતે રખિયાલ પોલીસ ઊંઘતી રહી હતી.પરંતુ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે 44 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો તેવી જ રીતે રખિયાલની હદમાં લિહોડા ગામે ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં ભીડ ભેગી કરવા બદલ 8 વિરુધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

ત્યારબાદ રવિવારે 25 જેટલા લોકો દહેગામથી પિકઅપ ડાલામાં વરઘોડો કાઢી કોઠા ગામે મંદિરે જતા પોલીસે 11 વ્યક્તિઓ સામે દહેગામ પોલીસ સતર્કતા દાખવી ગુનો દાખલ કરી પીકપડાલુ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.રવિવારે ભીડ ભેગી કરવા ના વધુ બે બનાવમાં રખિયાલ ગામના ખોડીયાર માતાના મંદિરે હવનનો કાર્યક્રમ રાખેલ ભીડ ભેગી કરનાર 5 તેમજ રખિયાલ નજીક બળિયાદેવના મંદિરે હવન નો કાર્યક્રમ કરનાર14 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.

દહેગામ પોલીસે પિકઅપ ડાલામાં વરઘોડો કાઢી જઇ રહેલા વ્યક્તિઓની અટકાયત કરતા દેવીપૂજક સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને એકઠી થતા પોલીસે ભીડને વિખેરી હતી.દહેગામ ટાઉન વિસ્તારમાં થી 20 થી 25 જેટલા લોકો ઢોલ વગાડતા વગાડતા પિકઅપ ડાલા અને તેની પાછળ ચાલતા વરઘોડો કાઢી કોઠા ગામે આવેલા મંદિરે જઈ રહ્યા હતા જેથી પોલીસે ભીડ જોઈ તાત્કાલિક 11 વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી પીકપ ડાલુ પણ કબજે કર્યું હતું.

પોલીસે અટકાયત કરેલા વ્યક્તિઓને દહેગામ પોલીસ સ્ટેશને લવાતા મહિલાઓની ભીડ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થતાં પોલીસે ભીડને દૂર કરી હતી ઉપરાંત તાલુકાના રખિયાલ ગામ ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પાછળ ખોડીયાર માતાના મંદિરેનો હવનનો કાર્યક્રમ રાખી ભીડ એકઠી કરનારા 5 વ્યક્તિ તેમજ રખિયાલ ગામના જ બળિયાદેવના મંદિરે હવનનો કાર્યક્રમ યોજી ભીડ એકઠી કરનારા અને તેમાં ઉપસ્થિત મહિલાઓ સહિત કુલ 14 વ્યકિત સામે રખિયાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...