આનંદની લહેર:દહેગામમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ ખાતે કલાકમાં 1 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
દહેગામ ખાતે કલાકમાં 1 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
  • 2 દિવસથી વાદળોની સંતાકુકડી વચ્ચે શનિવારે વરસાદ પડતાનગરજનોમાં આનંદની લહેર

દહેગામમાં બે દિવસથી વાદળોની સંતાકુકડી વચ્ચે શનિવારે વાદળછાયું વાતાવરણ બન્યું હતું. વહેલી સવારે વરસાદી છાંટા પડયા બાદ બપોરના સમયે ઝરમર વરસાદ વરસ્યો હતો.સાંજના સમયે અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાતાની સાથે ધોધમાર એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

દહેગામમાં શનિવારે દિવસ દરમિયાન વાદળછાયુ સંતાકુકડી વચ્ચે વહેલી સવારે વરસાદી છાંટા પડયા હતા બપોરેે ઝરમર વરસાદ વરસ્યો હતો અને સાંજના સાડા પાંચ વાગે વાદળછાયું વાતાવરણ બનવાની સાથે વરસાદનું ધમાકેદાર આગમન થતાં ંધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી વરસાદને પગલે શહેરના પથિકાશ્રમ, મોડાસા રોડ, શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ લખાય છે ત્યારે પણ શહેરમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...