તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દહેગામમાં પતિનો જાહેરમાં પત્ની પર તલવારથી હુમલો, માથામાં ઈજા થતાં સારવાર હેઠળ ખસેડ્યાં

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિયર જતી રહેલી પત્નીને પતિએ ફોન કરી પોલીસ અરજીના બહાને બોલાવી હતી

દહેગામમાં પતિએ જાહેરમાં પત્ની પર તલવારથી હુમલો કરતાં ચકચાર મચી ગયો હતો. દહેગામ તાલુકાના બહિયલ ગામે રહેતા મીનાબેન અને તેમના પતિ મહેન્દ્રભાઈ બાબુભાઇ વાદી વચ્ચે અવારનવાર ઝઘડાં થતાં હતા. ઝઘડાંથી કંટાળીને મીનાબેન પિયર અમદાવાદ મુકામે દોઢેક મહિના પહેલાં જતાં રહ્યા હતા. બુધવારે મહેન્દ્રભાઈએ તેમના પત્નીને ફોન કરી ‘તું બહિયલ આવ તારા વિરુદ્ધ પોલીસમાં અરજી આપી છે’ કહ્યું હતું. જેથી મીનાબેન અમદાવાદથી ભાડાની રિક્ષા કરી બહેન દક્ષાબેન, પાડોશી જયાબેન તથા વિષ્ણુભાઈ સાથે બહિયલ આવી રહ્યા હતા.

રિક્ષા હાથીજણ પાલુન્દ્રા રોડ પર આવતા 1 મારૂતિવાને રિક્ષાને ઓવરટેક કરી હતી. જેમાંથી મીનાબેનનો પતિ મહેન્દ્રભાઈ તલવાર લઈને બહાર નીકળ્યો હતો. તેણે તલવાર રિક્ષાના હુડ પર મારતા હુડ તૂટી ગયું હતું અને તલવારનો ભાગ મીનાબેનના માથા પર વાગ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મીનાબેને દહેગામના સરકારી દવાખાને સારવાર લીધી હતી. જે બાદ તેઓએ સમગ્ર મુદ્દે પતિ મહેન્દ્ર ભાઈ બાબુભાઈ વાદી (રહે-બહિયલ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...