તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામના ખેડૂતની આગાહી:ચાલુ સાલે ભરપુર ચોમાસું, 90% વરસાદ થવાની આગાહી

દહેગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હોળીના તહેવાર નિમિત્તે દહેગામના ખેડૂત છેલ્લા 30 વર્ષથી કપડાની થેલીમાં તુવેરના દાણા નાખી વરતારો કાઢે છે. - Divya Bhaskar
હોળીના તહેવાર નિમિત્તે દહેગામના ખેડૂત છેલ્લા 30 વર્ષથી કપડાની થેલીમાં તુવેરના દાણા નાખી વરતારો કાઢે છે.
 • દહેગામના ખેડૂત છેલ્લા 30 વર્ષથી હોળીની પ્રદક્ષિણા કરી આગાહી કરે છે
 • હોળીની પ્રદક્ષિણા કરી તુવેરના દાણાની થેલીઓ થકી કરાયેલી દહેગામના ખેડૂતની આગાહી

ભારત દેશ ખેતીપ્રધાન હોવાથી ચોમાસાનું ખૂબ જ મહત્વ રહેલું છે. દેશના અર્થતંત્રમાં ખેતીનું મોટું યોગદાન છે.મોટાભાગની ખેતી ચોમાસાની ઋતુમાં કરવામાં આવે છે. જેના કારણે ચોમાસાની આગાહીનું પણ ખુબ જ મહત્વ હોય છે હોળીના તહેવાર નિમિતે કેટલાક લોકો હોળીની અગન જવાળાઓની દિશાથી વર્ષ કેવુ જશે તેવી આગાહી કરતા હોય છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં રહેતાં અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતાં કમલેશભાઇ અમીન છેલ્લા ત્રીસ વર્ષથી હોળીની પ્રદક્ષિણા કરી પ્રાચિન પધ્ધતિથી ચોમાસાની આગાહી કરે છે. તેમની આગાહી મોટા ભાગે સાચી પણ પડતી હોય છે.કમલેશભાઇના મતે આ વર્ષે ચોમાસુમાં ભરપુર અને 90 ટકા વરસાદ પડવાની શક્યતા જણાવી છે.

પ્રાચિન પધ્ધતિથી વરતારો કાઢનાર કમલેશભાઈ દર વર્ષે હોળીના દિવસે જેઠ,અષાઢ,શ્રાવણ અને ભાદરવો એમ ચાર નાની થેલી બનાવી તેના પર નામ લખી દરેક થેલીમાં દસ દસ તુવેરના દાણા સુકા નાંખે છે.

ત્યાર બાદ થેલી ફિટ બાંધી ઘરેથી સ્નાન કરી ખુલ્લા પગે હોળીની પ્રદક્ષિણા કરી ચોખ્ખા પાણીના માટલામાં નાખી વરતારો કાઢે છે દર વર્ષની જેમ ચારેય થેલી નાંખતા આ વર્ષે ચારેય થેલીના દાણા ભીના થઇ જતાં તેમના મતે આ વર્ષે ચોમાસામાં ભરપુર 90 ટકા જેટલો વરસાદ થશે તેમજ 27 મે થી વરસાદ પડવાની શક્યતા હોવાનું પણ કમલેશભાઇ અમીને જણાવ્યુ હતુ. જોકે આ વર્ષે પણ અષાઢ માસમાં ભરપૂર વરસાદ રહેશે અને ગરમી પણ વધુ પડનાર અને ચોમાસુ ખેતી લાયક હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો