સુવિધા:દહેગામની આશીર્વાદ હોસ્પિટલમાં ગાયનેક અને ઓર્થોપેડિક ઓપેરેશન થિયેટર શરૂ

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલનાં 40 વર્ષમાં ઓપીડીમાં 23 લાખ, 60 હજાર દર્દીએ ઇન્ડોર સારવાર લીધી

દહેગામની આશીર્વાદ આઇ એન્ડ જનરલ હોસ્પિટલનો શનિવારે 40માં વર્ષમાં પ્રવેશની સાથે હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી તૈયાર થયેલા ઓર્થોપેડિક અને ગાયનેક ઓપરેશન થિયેટર તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલી એમ્બ્યુલન્સ સહિત હોસ્પિટલના સાધનો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

દહેગામની આશીર્વાદ હોસ્પિટલ ખાતે સુરેશભાઈ એમ. ચોકસી પરિવારના દાન થકી તૈયાર થયેલા ગાયનેક ઓપરેશન થિયેટર ડો.ભગવતપ્રસાદ એચ.શાહ દ્વારા સ્વ.શુભદ્રાબેન પોપટલાલ દેસાઈના સ્મરણાર્થે તૈયાર કરાયેલા ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર તેમજ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ વાન, દસ આધુનિક બેડ, દસ ઓક્સિજન સિલિન્ડર,તેમજ ઓટો રીફ્રેકટોમીટર મશીન સહિતના સાધનો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન,સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ અમીન,સંસ્થાના અગ્રણી મુકેશભાઈ પટેલ,ચેરમેન હરિભાઈ અમીન સંસ્થાના ગૌતમભાઈ અમીન ધારાસભ્ય ભરતસિંહ સી.ચૌહાણ પાલિકા પ્રમુખ પીનાબેન શાહ,તાલુકા પંચાયત પ્રમુખ નેહાબેન પટેલ તેમજ દાતા પરિવારના સભ્યો અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને આશીર્વાદ હોસ્પિટલના મેનેજમેન્ટ, દર્દીઓ માટેની વ્યવસ્થા અને સફાઈ વ્યવસ્થાની પ્રશંસા કરી લોકોને સંસ્થામાં દાન આપવાની અપીલ કરી.

તેમની ગ્રાન્ટમાંથી ચાલુ સાલે 20 લાખ આવતા વર્ષની ગ્રાન્ટમાંથી 20 લાખ મળી કુલ 40 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. આશીર્વાદ હોસ્પિટલની સ્થાપનાથી આજદિન સુધી 23 લાખ દર્દી ઓપીડીમાં તેમજ 60 હજાર દર્દીએ ઓપરેશન, ઇન્ડોર સારવાર મેળવી છે. હોસ્પિટલના સ્થાપના દિવસના તમામ સારવાર ફ્રી આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...