કાર્યવાહી:હિંગળાજની મુવાડીની સીમમાં જુગાર રમતાં 4 ઝબ્બે : 2 ફરાર

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ તાલુકાની હિંગળાજની મુવાડી ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેની ખુલ્લી જગ્યામાં ગાડીની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસ 52,650ની રોકડ તેમજ ઇકો કાર સહિત કુલ રૂપિયા 1,77,650 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે રેડ દરમિયાન બે શખ્સો નાસી છૂટતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

દહેગામ તાલુકાના હિંગળાજની મુવાડી ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેની ખુલ્લી જગ્યામાં ઇકો ગાડીની લાઈટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી દહેગામ પોલીસને મળતા પીઆઈ જે.કે.રાઠોડ,પીએસઆઈ આર. વી.મોરી સ્ટાફના મહેન્દ્રસિંહ ભરતભાઈ ખોડાભાઈ અરવિંદ સિંહ, ખોડાજી સહિતને ટીમે રેડ કરી દિલીપભાઈ નજીરભાઈ મીર, બળવંતભાઈ લક્ષ્મણજી સોલંકી બંને (રહે. ડભોડા, તા.જિ. ગાંધીનગર), દિનેશસિંહ જશવંતસિંહ ચૌહાણ (રહે- હરખજીના મુવાડા તા.દહેગામ ), લાલસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, (રહે-પાલુન્દ્રા તા.દહેગામ)ને ઝડપી લીધા હતા જ્યારે સુરેશ ઉર્ફે ગુલ્લો ખોડાજી પરમાર તથા કિરણસિંહ રતનસિંહ સોલંકી બંને (રહે- હિંગળાજની મુવાડી તા.દહેગામ) નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...