દુઃખદ:ગાધીનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નાથુભાઈનું હાર્ટએટેકથી મોત

દહેગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વખત જ જિલ્લા પંચાયતની હાલીસા બેઠક પરથી ચૂંટણી લડી સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા

ગાંધીનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અને દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામના વતની નાથુભાઈ મોતીભાઈ ચૌધરીનું ગત મધરાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થતા સમગ્ર પંથક તેમજ રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. વહેલી સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સમર્થકો અને આગેવાનો ઉમટી પડ્યા હતા.

દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામના વતની અને ગાંધીનગર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન નાથુભાઈ મોતીભાઈ ચૌધરી (ઉં.વ. 54)નું ગત મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

પ્રથમ વખત જ જિલ્લા પંચાયતની હાલીસા બેઠક પરથી ચૂંટણી લડીને તેઓ જિલ્લા પંચાયતનાં સદસ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ હાલમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા. નાથુભાઈ ચૌધરીના આકસ્મિક અવસાનથી વાસણા ચૌધરી ગામ સહિત આસપાસના વિસ્તારો તેમજ રાજકીય વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. તેમની અંતિમયાત્રામાં તેમના સમર્થકો, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

નાથુભાઈ ગત મોડી રાતના અગિયાર વાગ્યા સુધી પ્રશિક્ષણ વર્ગનાં સ્થળે ઊપસ્થિત રહ્યા હતા અને અંતિમ ક્ષણ સુધી પક્ષના કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્યની અણધારી વિદાયથી સમગ્ર ગાંધીનગર જીલ્લા ભાજપ પરીવારમાં આઘાત સાથે શોક અને દુ:ખની લાગણી ફેલાઈ છે.તેેમના અવસાનથી આ વિસ્તારના રાજકારણમાં તેમની ખોટ સાલશે.

અન્ય સમાચારો પણ છે...