તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દહેગામની આનંદ રેસિડેન્સી-1માં વારંવાર ખોરવાતો વીજ પુરવઠો

દહેગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
  • લવાડ ફિડરને બદલે દહેગામ ફિડરમાંથી વીજ પુરવઠો પૂરો પાડવા સ્થાનિકોએ રૂબરૂ જઈ લેખિતમાં રજૂઆત કરી હતી

દહેગામ શહેરના આનંદ રેસીડેન્સીના વિભાગ-1માં વીજ કંપની દ્વારા લવાડ ગામનાં ફિડરમાંથી વીજ પુરવઠો અપાયેલો હોવાના કારણે આનંદ રેસીડેન્સીમાં દિવસ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને હાઈ-લો વોલ્ટેજના કારણે લાઈટો ડીમ ફૂલ પણ થાય છે જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી હોવાથી તે વીજ કનેક્શનનું જોડાણ દહેગામ ફીડરમાં કરવા માટે રહીશોએ રૂબરૂ જઇને લેખિત રજૂઆત કરી હતી.

દહેગામ શહેરના આનંદ રેસીડેન્સી વિભાગ-1માં વીજ કંપની દ્વારા લવાડ ફિડરમાંથી પુરવઠો અપાયેલો છે, જેના કારણે દિવસ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વીજ પુરવઠો બંધ ચાલુ થવાના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક રહીશોના ઘરે ફ્રીઝ વોશિંગ મશીન ઘરઘંટી, ટીવી, પંખા, એસી જેવા ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો પણ બગડી જવાની ફરિયાદો ઉઠી હતી.

ઉપરાંત વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે લિફ્ટ પણ અવારનવાર ખોટવાઈ જતા કેટલીકવાર નાના બાળકો અને વૃદ્ધો પણ લિફ્ટમાં ફસાઈ જવાના બનાવો બને છે. અને સતત પુરવઠો બંધ રહેવાના કારણે કેટલીક વખત વડીલોને ઊંચા કરીને ઉપરના માળે લઈ જવાની પણ ફરજ પડે છે જેથી આગામી ચોમાસામાં આવી વધુ તકલીફ વેઠવી ન પડે તે માટે આનંદ રેસીડેન્સી વિભાગ-1ના સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...