વિધાનસભા ચૂંટણી 2022:દહેગામ બેઠક માટે અપક્ષ ઉમેદવારી કરનારાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ફોર્મ પરત ખેંચ્યું

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાશે તેવી લોકોમાં થઈ રહેલી અટકળોએ જોર પકડ્યું

દહેગામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ને પડતા મૂકી આ વખતે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કોંગ્રેસમાં ભડકો થયો હતો અને પક્ષથી નારાજ કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ કેટલાક પીઢ કોંગ્રેસી અગ્રણીઓ કામિનીબાને મનાવવા દોડી ગયા હતા જેના ફળ સ્વરૂપ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કામિનીબા રાઠોડે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું.

દહેગામ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ દ્વારા કામિનીબા રાઠોડ ને પડતા મુકાયા બાદ તેમણે તેમના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ કેટલાક પીઢ કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો કામિનીબા ફોર્મ પાછું ખેંચે તેની મથામણમાં લાગી ગયા હતા કામિનીબા રાઠોડના નિવાસ્થાને ગઈકાલથી મિટિંગોનો દોર શરૂ થયો હતો જેના પરિણામ સ્વરૂપ કામિનીબા રાઠોડ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે તૈયાર થઈ ગયા હતા.

આ અંગે કામિની બા રાઠોડ અને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારા કેટલાક અંગત સ્નેહીજનો અને કાર્યકરો સાથે ચર્ચા થયા બાદ મેં અપક્ષ ઉમેદવારી પરત ખેંચી છે વધુમાં તેમણે રાજીનામું આપવા અને ભાજપમાં જોડાવા અંગે પૂછતા તેમણે હાલ આ અંગે કંઈ કહી શકાય નહીં તેમ જણાવ્યું હતું. બીજી તરફ અપક્ષ ઉમેદવારી કરનાર કોંગ્રેસના પૂર્વ તાલુકા સદસ્ય બાબુસિંહ ઝાલાએ પણ આજરોજ તેમની ઉમેદવારી પરત ખેંચી હતી.

અન્ય સમાચારો પણ છે...