તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દહેગામ-અમદાવાદ રોડ પર હદ મુદ્દે વ્યંઢળો વચ્ચે મારામારી

દહેગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યંઢળોએ દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી

દહેગામ-અમદાવાદ રોડ પર રામેશ્વર ફાર્મ નજીક બે વ્યંઢળો પર હદની બબાલમાં અન્ય ચાર વ્યંઢળોએ હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ટોકીઝ પાછળ ઔડાનાં મકાનમાં રહેતા અને યજમાનવૃત્તિ કરતા મોનાદે પાયલદે પાવૈયા તેમજ રાખીદે પાયલદે પાવૈયા તાલુકાનાં ચિસકારી ગામે રહેતા મંજી માસીનું ચારેક દિવસ પહેલાં અવસાન થતાં બંને જણા તેમને ત્યાં જવા માટે ભાડાની રિક્ષા કરી નિકળ્યા હતા. તે દરમિયાન તેમની રિક્ષા દહેગામ અમદાવાદ રોડ પર રામેશ્વર ફાર્મ નજીક પહોંચતાં અન્ય એક રિક્ષા ઓવરટ્રેક કરી તેમની રિક્ષા આગળ ઊભી રાખી હતી. જેમાંથી અમદાવાદના ગોમતીપુર શીતલ સિનેમા સામે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતા વર્ષા માસી ઉર્ફે કાતરો, ઉષા ઉર્ફે રાજુ માસી, અનિતા ઉર્ફે યશવંત માસી, તેમજ માહી માસી હતા. જેઓએ ‘અમારા યજમાન વિસ્તારમાં કેમ આવ્યા છો. તેમ કહી બિભત્સ ગાળો બોલી મોનાદે તથા રાખીદેને લાકડી વડે માર મારી મોનાદેના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચી રૂપિયા 8500 મૂકેલા બંનેના પાકિટ પણ ઝુંટવી લીધા હતા. હુમલા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી ચારેય નાસી છૂટતા ઇજાગ્રસ્ત મોનાદે તથા રાખીદે તેમના અન્ય સાથી વ્યંઢળોના ટોળા સાથે દહેગામ પોલીસ મથકે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...