હુમલો:હરખજીના મુવાડા ગામે કાકા અને ભત્રીજાના પરિવારો વચ્ચે મારામારી

દહેગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને પરિવારના કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો
  • રસ્તા તેમજ ઢોર ચરાવવાની બાબતે ઝઘડો થયો હતો લાકડી, ધારિયા અને ધોકા લઈ સામસામે આવી ગયા હતા

દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે બે પરિવારો વચ્ચે ઢોર ચરાવવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત બાદ બીજા દિવસે કાકા ભત્રીજાના પરિવારજનો લાકડી, ધારિયા અને ધોકા વડે સામસામે આવી ગયા હતા. મારામારીમાં એકબીજાને ઈજાઓ પહોંચાડનાર બંને પરિવારના કુલ સાત સામે ગુનો નોંધાયો છે. દહેગામ તાલુકાનાં હરખજીના મુવાડા ગામે રહેતા રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સવારે ખેતરમાં જઈ રહ્યા ત્યારે તેમના પર હુમલો થયો હતો.

જેમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં રાખી તેમના કાકા માનસિંહ કેસરીસિંહ ચૌહાણ તેમના પુત્ર જયપાલસિંહ, જશીબેન માનસસિંહ ચૌહાણ તથા રાહુલસિંહ નામના ચાર લોકો લાકડી, ધારિયા અને ધોકા લઈને આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ ચૌહાણ, સંગીતાબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, મધુબેન માનસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણેયને ઈજાઓ પહોંચી હતી.

બીજી તરફ સામે પક્ષે માનસસિંહ કેસરીસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે. તેઓની ફરિયાદ મુજબ રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ સાથે બે એક દિવસ અગાઉ ખેતરમાં ઢોર ચરાવવા બાબતે થયેલી માથાકૂટ થઈ હતી. આ બાબતની અદાવત રાખીને રાજેન્દ્રસિંહ તેમના માતા મધુબેન તથા પત્ની સંગીતાબેન લોખંડના સળીયા લાકડીઓ સાથે આવ્યા હતા અને ફરિયાદીને માર માર્યો હતો. પોલીસે બંને પક્ષે સામસામે કુલ 7 સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવ બાદ આ વિસ્તારમાં થોડો સમય ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...