તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:દહેગામમાં રોડ ડિવાઈડર પર રેડિયમ ન લગાવાતાં દુર્ઘટનાની દહેશત

દહેગામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડિવાઇડર પર રેડિયમ ન લગાવાતા અકસ્માતની ભીતિ. - Divya Bhaskar
ડિવાઇડર પર રેડિયમ ન લગાવાતા અકસ્માતની ભીતિ.
 • રોડ પાસે બમ્પ ન બનાવાતા સ્પિડમાં વાહનો પસાર થાય છે
 • દહેગામ- મોડાસા રોડ પર આવેલા સ્ટેટ હાઇવે પરની સમસ્યા

દહેગામ- મોડાસા રોડ પરના સ્ટેટ હાઇવે પર લક્ષ્મીનારાયણ સોસાયટીથી બાયડ રોડ જંકશન સુધીના રોડ વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઇડર પર રેડિયમ નહી લગાવવાના કારણે રાત્રીના સમયે નાના-મોટા વાહનો ડિવાઈડર સાથે અથડાય છે. બીજી તરફ રોડ પર રોડ કટ નજીકમાં પેટ્રોલપંપ આવેલો હોવાથી પેટ્રોલ ભરાવી નીકળતા વાહનચાલકો સાથે સામેથી પૂરઝડપે આવતા વાહનો વચ્ચે અકસ્માત થવાની શક્યતાઓ હોવાથી બમ્પ બનાવવા પણ લોકો દ્વારા માંગ થઈ રહી છે. દહેગામ મોડાસા સ્ટેટ હાઈવે ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો હાઈવે છે.

આ માર્ગપર લક્ષ્મીનારાયણ સોસાયટી નજીકથી બાયડ જંકશન સુધી ડિવાઈડર બનાવાયા છે.પરંતુ આ ડિવાઇડર પર રેડિયમ નહીં લગાવવાને કારણે રાત્રીના સમયે ડિવાઈડર દેખાતું ન હોવાથી કેટલાંક નાના-મોટા વાહનો ડિવાઈડર સાથે અથડાય છે.જેના કારણે કોઈ દિવસ મોટો જીવલેણ અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી બીજી તરફ આ માર્ગ પર કડાઈ હોટલ સામે ખુલ્લું ડિવાઈડર કટ અપાયું છે. જેથી તેની નજીકમાં આવેલા પેટ્રોલપંપ ઉપર વાહનચાલકો ઇંધણ ભરાવી આવી શકે પરંતુ જે જગ્યાએ કટ આપ્યો છે. ત્યાં બમ્પ નહી બનાવાતા બમ્પ બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો