અકસ્માત:હાથીજણ પાસે એસ.ટી. બસ-બાઇક અથડાતાં યુવકનું મોત

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી કોઠીનો યુવાન બાઈક પર જતો હતો
  • હિંગળાજની મુવાડી તરફ જતા માર્ગ પર રામદેવ ફાર્મ નજીક સર્જાયેલો અકસ્માત

દહેગામ તાલુકાનાં હાથીજણથી હિંગળાજની મુવાડી તરફ જતા માર્ગ બસ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના બારડોલી કોઠી ગામે રહેતો ધર્મેન્દ્રસિંહ મનહરસિંહ ચૌહાણ (21 વર્ષ) ગુરૂવારે સાંજે બાઈક લઈને નીકળ્યો હતો. જેની પાછળ ગામનો જ મહિપાલસિંહ જગતસિંહ ચૌહાણ હતો. બંને હાથીજણ ખાતે બાઇકમાં પેટ્રોલ પુરાવી હિંગળાજની મુવાડી ગામે દરણું લેવા જઈ રહ્યા હતા.

આ દરમિયાન હાથીજણથી હિંગળાજની મુવાડી તરફ જતા માર્ગ પર તેઓને અકસ્માત નડ્યો હતો. જેમાં દહેગામ ડેપોની દહેગામ-કનીપુર રૂટની GJ-18-Z-1671 નંબર એસટી બસના ચાલકે રામદેવ ફાર્મ પાસે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા.

જયાં ગંભીર રીતે ઘાયલ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું શુક્રવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે પોલીસે બાઈકની પાછળ બેઠેલા અન્ય ઇજાગ્રસ્ત મહિપાલસિંહની ફરિયાદ લીધી છે. જેમાં અકસ્માત કરનાર એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...