ચર્ચા:દહેગામ તાલુકા પંચાયત ની સભામાં સ્ટેમ્પ ડ્યૂટીની 90 લાખની ગ્રાન્ટ અંગે ચર્ચા

દહેગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ગાઈડલાઈન મુજબ સામૂહિક રીતે ગાંધી જયંતી ઉજવાશે
  • તાલુકાના વિવિધ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવા અંગે ચર્ચા કરાઈ

દહેગામની તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં મંગળવારે બપોરે સામાન્ય સભા યોજાઈ હતી જે સભામાં ગ્રાન્ટમાંથી વિકાસના વિવિધ કામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં ડ્યૂટીની 90 લાખની ગ્રાન્ટ અંગે ખાસ ચર્ચા કરાઈ હતી. કોરોનાની ગાઈડલાઈન મુજબ ગાંધી જયંતી સામૂહિક રીતે ઉજવવામા આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યૂટીની રૂપિયા 90 લાખની ગ્રાન્ટ અંગેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી જે ગ્રાન્ટની રકમના કામો તમામ સદસ્યોને સરખા ભાગે વહેંચી પ્રજાની સુખાકારી માટે પાણીની પાઈપલાઈન, વરસાદી પાણીના સંગ્રહના કામો, ગ્રામ પુસ્તકાલય ભૂગર્ભ ગટર, એપ્રોચ રોડ, એલઈડી લાઈટવાળા વીજળીકરણની સુવિધા જેવા કામો સૂચવવા અંગે સદસ્યોને જણાવાયુ હતું.

આ ઉપરાંત સભામાં આગામી તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે પુષ્પાંજલિ સહિતનો કાર્યક્રમ કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ સૌ સદસ્યોએ સાથે મળીને ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં મંગળવારે બપોરે કાર્યકારી પ્રમુખ ચતુરબહેન રૂપસિંહ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંગ રાજપૂત, મદદનીશ અધિકારી કનુભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ તેમજ વિવિધ શાખાના અધિકારીઓની હાજરીમાં સભા યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...