હાલાકી:દહેગામના પુસ્તકાલય આગળ ગટરનાં પાણી ભરાતાં હાલાકી

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નનો ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી

દહેગામની સરકારી તાલુકા પુસ્તકાલય આગળ છેલ્લા કેટલાય સમયથી જાહેર રોડ પર ગટર ઉભરાવાના કારણે ગંદકી ફેલાઇ રહી છે. પાલિકા દ્વારા એકાદ બે વખત સફાઈ કરવા છતાં પણ ગટર ઉભરાવાના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે.

દહેગામના તાલુકા પંચાયત રોડ પર વલ્લભ પાર્ક એપાર્ટમેન્ટ નજીક સરકારી તાલુકા પુસ્તકાલય આગળના માર્ગ પર છેલ્લા કેટલાય દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યાથી આ વિસ્તારમાં ચોતરફ ગંદકી ફેલાઇ રહી છે. આ માર્ગ પરથી બારોટવાળા ઉગમણાવાસ સહિતના વિસ્તારો તેમજ દહેગામ શહેરના બજારમાં આવવા જવાનો મુખ્યમાર્ગ હોવા ઉપરાંત નજીકમાં જ તાલુકા પંચાયત કચેરી આવેલી હોવાથી લોકોની મોટાપાયે અવર જવર રહેતી હોય છે. પરંતુ ગટરનાં દુર્ગંધ યુક્ત પાણી રસ્તા પર ફરી વળતા ગંદા પાણીમાં થઇને પસાર થવાની ફરજ પડી રહી છે.

હાલ ઊનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોવાથી ગંદકીના કારણે નજીકમાં રહેતા વલ્લભ પાર્ક એપાર્ટમેન્ટના રહીશોને રોગચાળાની ભીતિ સતાવી રહી છે. તો સરકારી પુસ્તકાલયમાં દૈનિક વાંચન માટે આવતા વડીલો ઉપરાંત વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં ગંદા પાણીમાં થઈ પ્રવેશવું પડે છે. આથી પાલિકાનાં તંત્ર દ્વારા આ પ્રશ્નનો તાકિદે ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...