તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીનો અભાવ:દહેગામમાં ડેન્ગ્યૂનો રોગચાળો વકર્યો છતાં તંત્ર બિન્દાસ

દહેગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીનાથ સોસા.માં 8થી વધુ લોકો ડેન્ગ્યુની ઝપટમાં આવતા ફોગિંગ સહિતની કામગીરીનો અભાવ

દહેગામ શહેરમાં કેટલાય સમયથી મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.મચ્છરોના કારણે શહેરમાં ડેન્ગ્યુના અસંખ્ય કેસો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.બીજી તરફ શહેરની શ્રીનાથ સોસાયટીમાં આઠથી વધુ લોકો ડેન્ગ્યુનાં ભરડામાં સપડાયા હોવા છતાં પાલિકા કે આરોગ્ય તંત્રનાં અર્બન વિભાગ દ્વારા મચ્છરનાશક કે સર્વે ની કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દહેગામ શહેરમાં કેટલાય સમયથી મચ્છરોનો ઠેરઠેર ઉપદ્રવ વધ્યો છે.શહેરના સ્લમ વિસ્તારોથી માંડી સોસાયટી વિસ્તારોમાં પણ મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો અકળાઈ ઉઠયા છે.તેવામાં બીજી તરફ મચ્છરોના કારણે ડેન્ગ્યૂનો રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે.

શહેરની શ્રીનાથ સોસાયટીમાં આઠથી વધુ લોકો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા હોવા છતાં પાલિકા તંત્ર કે આરોગ્યનાં અર્બન વિભાગ દ્વારા મચ્છર નાશક કે આરોગ્યલક્ષી સર્વેની કોઈપણ કામ પ્રકારની કામગીરી કરવામાં ન આવી હોવાથી લોકોમાં નારાજગી પણ પ્રવર્તી રહી છે.શહેરની અન્ય સોસાયટીમાં પણ મચ્છરોનાં કારણે માંદગી ફેલાઈ રહી છે. આથી તંત્ર દ્વારા તાકિદે શહેરમાં સર્વે કામગીરીની સાથે મચ્છર નાશક ફોગીંગ અને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...